દેવભૂમિ દ્વારકા : સલાયા મરીનમાં આવતા અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લેતા આઇજીપી અશોકકુમાર

  • October 08, 2025 05:10 PM 


હાલમાં દેવભૂમિ દ્વારકા​​​​​​​ જિલ્લાનું વાર્ષિક ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે. જે અનુસંધાને ગઇકાલે આઇજીપી અશોકકુમાર યાદવ સલાયા મરીન પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. 


મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવતા ટાપુઓ અને નાના નાના ગામોની માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનના ક્વાટરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં રહેતા પોલીસ પરિવારો સાથે સંવાદ કર્યો હતો. બાળકો માટે પ્લેઇંગ ગ્રાઉન્ડ વગેરે વિશે માહિતી મેળવી હતી. 


જે બાદ અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લીધી હતી. અને ત્યાં રહેતા સ્થાનિકો સાથે સંવાદ કરેલ હતો. તેમની સમસ્યાઓ વિશે વાત કરી હતી. તેમજ ત્યાં રહેતા બાળકોમાં શિક્ષણ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન સાથે પ્રોત્સાહન સવરૂપે લંચ બોક્સનું પણ તેઓના હસ્તે વિતરણ કરવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application