ગુજરાત વિધાસભાનું બજેટ સત્ર સોમવારથી શરૂ થયુ છે. ત્યારે જામજોધપુર-લાલપુર વિસ્તારના પ્રાણ પ્રશ્ર્નોના ઉકેલ માટે હમેંશા પ્રયત્નરત ધારાસભ્ય હેમંત ખવા તા.૧૬/૨/૨૦૨૬થી તા.૨૫/૩/૨૦૨૬ સુધી ગાંધીનગર વિધાનસભા સત્રમાં ઉપસ્થિત રહેવાના હોય, જામજોધપુર અને લાલપુર કાર્યાલય ખાતે મળી શકશે નહી.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઇ રહ્યુ છે. જેના ભાગરૂપે ૮૦-જામજોધપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હેમંત ખવા ગાંધીનગરમાં બજેટસત્રમાં ઉપસ્થિત રહેશે. હેમંત ખવાએ પોતાના મત વિસ્તારમાં ગામડે ગામડે પ્રવાસ કરી લોકોની સમસ્યા અને જે તે ગામડાની પરીસ્થિતી પારખી હતી.
ગત વર્ષે બજેટ સત્રમાં જામજોધપુર લાલપુર વિસ્તારના અનેક પ્રશ્ર્નો જેવા કે લોકોને આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે જામજોધપુરમાં નવી સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ બનાવવા માટે, ખેડુતોને સિંચાઇ ક્ષેત્રે પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે, નવા ડેમો બનાવવા માટે, સમગ્ર વિસ્તારોની કાચી કેનાલોને પાકી કરવા માટે, ખરાબ રોડ રસ્તાઓ તેમજ સ્ટ્રકચર મંજુર કરાવવા માટેના વિવિધ પ્રશ્ર્નો વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
જેનાથી આજની સ્થિતીએ જામજોધપુર-લાલપુર વિધાનસભાના મોટાભાગના રોડ-રસ્તાઓ મંજુર કરાવવામાં, જરૂરીયાત હોય તેવા મોટાભાગના નવા બ્રીજ મંજુર કરાવવામાં, જામજોધપુર ખાતે નવી સબડીસ્ટ્રીકટ હોસ્પિટલ મંજુર કરાવવામાં હેમંત ખવા સફળ રહ્યા હતા.
ગુજરાત વિધાનસભાના બજેટસત્રમાં ધારાસભ્ય દ્વારા જામજોધપુર લાલપુર પંથકના પ્રાણ પ્રશ્ર્નોને ફરી એક વખત વિધાનસભામાં રજુ કરવામાં આવશે. જેમાં મુખ્યત્વે પવનચકકી અને વીજલાઇનો પસાર કરતી કંપનીઓની ખેડુતો સાથે કરવામાં આવતી દાદાગીરી બાબતે, નવા ડેમો બનાવવા બાબતે, સરકારી શાળાઓના શિક્ષકોની ઘટ બાબતે તેમજ ખેડુતોલક્ષી અનેક પ્રશ્ર્નો ગૃહમાં રજુ કરવામાં આવશે.
વિધાનસભાના ફલોર પર મુકેલા આ પ્રશ્ર્નોેની ચર્ચાના પગલે ધારાસભ્ય હેમંતભાઇ ખવા ગાંધીનગર હાજર રહેશે તેથી કાર્યાલય ખાતે આગામી તા.૧૬/૨/૨૦૨૬ થી તા.૨૫/૩/૨૦૨૬ દરમિયાન મળી શકશે નહી. જયારે જામજોધપુર કાર્યાલય મો.૯૭૨૬૭૧૦૪૦૩ અને લાલપુર કાર્યાલય મો.૯૫૩૭૯૧૦૪૦૩ રાબેતા મુજબ ચાલુ રહેશે જેનો સંપર્ક કરવા ધારાસભ્યના કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.