જામનગર : ધરારનગરમાં દંપતિ પર હુમલો : મહિલા સહિત પાંચ સામે ફરીયાદ

  • January 17, 2026 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના ધરારનગર વિસ્તારમાં મહિલા સહિતના આરોપીઓએ ઉશ્કેરાઇને દંપતી પર ધોકા અને પથ્થર વડે હુમલો કરી ઇજા પહોચાડી હતી અન્ય એકને પણ ઇજા પહોચી છે, આ મામલે કુલ પાંચ સામે ફરીયાદ કરવામાં અવાી છે. 


જામનગરના ધરારનગર-૧ હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા ખાનગી નોકરી કરતા ફીરોજ કાસમભાઇ જખરા (ઉ.વ.૩૭) નામના યુવાને ગત તા. ૧૫ના તેમના પત્નીને પુછેલ કે શું માથાકુટ થયેલ છે, આ વેળાએ આરોપીઓ ત્યાં ઘર પાસે ઉભા હોય દરમ્યાનમાં ઉશ્કેરાઇ જઇને એક આરોપીએ ધોકા વડે ફીરોજભાઇને માથાના ભાગે ઘા ઝીંકી દીધો હતો. તેમજ અન્ય આરોપીઓએ ફરીયાદી તથા તેમના પત્ની અને સાહેદને પથ્થર મારવા લાગ્યા હતા જેમાં ફરીયાદીના પત્નીને કપાળના ભાગે અને સાહેદને કાનના ભાગે ઇજા થઇ હતી.


આ ઉપરાંત એક આરોપીએ ધોકા વડે ફરીયાદીને સાથળના ભાગે અને ફરીયાદીના પત્નીને બંને પગમાં ધોકા વડે માર મારીને મુંઢ ઇજા પહોચાડી હતી, ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપીને એક આરોપી જતો રહયો હતો આમ આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી. 
​​​​​​​

બનાવ અંગે ફીરોજભાઇ જખરા દ્વારા સીટી-બી ડીવીઝનમાં અસગર ખુરેશી, તૌસીફભાઇ તથા રજીયાબેન તેમજ શાયરાબેન અને અકબર ખુરેશીની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application