શહેરના મોરબી રોડ પર રાત્રીના બી ડિવિઝન પોલીસે હથિયારોથી સજ્જ ઓડી કાર ઝડપી લીધી હતી. પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાંથી ધારીયા,છરી અને ૪૮ કાચની બોટલ મળી આવી હતી. પોલીસ પહોંચતા જ કારમાં સવાર બે શખસો નાસી ગયા હતાં. જયારે અહીં હાજર મળી આવેલ યુવાન કઇ કહેવા માંગતો નથી. કારમાં આવેલા શખસો યુવાન પર હીચકારો હુમલો કરવાના ઇરાદા સાથે નિકળ્યા હોવાની શંકા સેવાઇ રહી છે.
બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એસ.એસ. રાણેની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ સંદીપભાઈ અવાડીયા, કોન્સ્ટેબલ વિજયભાઈ હુંબલ સહિતનો સ્ટાફ રાત્રીના પેટ્રોલિંગમાં હતો દરમિયાન રાત્રે 11 વાગ્યા આસપાસ મોરબી રોડ પર જકાતનાકા પાસે પહોંચતા અહીં એક સિલ્વર કલરની ઓડી કાર પડી હોય અને તેની બાજુમાં ત્રણ શખસો ઉભા હોય અને જોર જોરથી દેકારો કરતા હતા જેમાંથી એક શખસના હાથમાં ધારિયુ હતું જેથી પોલીસની ટીમ અહીં પહોંચતા બે શખસો અહીંથી ભાગી ગયા હતા જ્યારે એક શખસ અહીં ઊભો હોય પોલીસે તેની પૂછતામ કરતા તેણે પોતાનું નામ નૈમિષ ગોહેલ હોવાનું જણાવ્યું હતું અને તેણે એવું કહ્યું હતું કે હર્ષદીપ ખાચર તથા અજાણ્યો શખસ તેની સાથે ઝઘડો કરતા હતા.
બાદમાં પોલીસે આ ઓડી કાર નંબર જીજે ૧ આરસી 2652 પોલીસ સ્ટેશન લાવી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ નૈમિષની પૂછતાછ કરતા તેણે કહ્યું હતું કે, હર્ષદીપ સાથે સમાધાનની વાતચીત ચાલુ હોય જેથી તે કોઈ ફરિયાદ કે અરજી કરવા માંગતો નથી અને કોઈ નિવેદન આપવા માંગતો ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે નોંધ કરી હતી. બાદમાં આ મામલે હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ કોઠીવાળે તપાસ હાથ ધરી કારમાં તપાસ કરતા ઓડી કારમાંથી બે ધારીયા, ત્રણ છરી, કારની ડેકીમાંથી બે પ્લાસ્ટિકના ગાલા જેમાં ૪૮ કાચની બોટલ મળી આવી હતી તેમજ પોલીસની તપાસમાં કારમાં લગાવેલી નંબર પ્લેટ જીજે 1 આરસી 2652 પણ ખોટી હોવાનું માલુમ પડ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નૈમિષ ગોહિલ નામના આ વ્યક્તિ સાથે આરોપીઓને પૈસાની લેતીદેતી બાબતે કોઈ માથાકૂટ થઈ હોય અને બાદમાં સમાધાન માટે અહીં બોલાવી તેના પર હથિયારો વડે હુમલો કરવાનો ઈરાદો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે કારમાં હત્યા રાખવા પાછળનો ઇરાદો શું હતો? સહિતની બાબતો અંગે હર્ષદીપ ખાચર તથા તેની સાથેનો અજાણ્યો શખસ ઝડપાયા બાદ જ હકીકત સામે આવશે પોલીસે આ બંનેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
કારમાં નંબર પ્લેટ પણ ખોટી: ખૌફનાક ઇરાદાની શંકા
પોલીસની તપાસમાં હથિયારોથી સજ્જ ઓડી કાર નંબર જીજે 1 આરસી 2652 ના નંબર બાબતે પોલીસે તપાસ કરતા આ નંબર પણ ખોટા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આરોપીઓએ અગાઉથી જ કોઈ ખોફનાક ઇરાદાને પાર પાડવા માટે કારમાં બોગસ નંબર પ્લેટ લગાવી નીકળ્યા હોવાનું જણાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆ 5 સસ્તી કાર નાના પરિવારો માટે બેસ્ટ!, સેફ્ટી ફિસર્ચ, મોટી સ્પેસ અને દમદાર એવરેજ
March 07, 2026 05:41 PMફાઈનલ મેચ પહેલા કિવી ટીમ બુમરાહથી ડરી, જાણો ન્યુઝીલેન્ડના કેપ્ટન સેન્ટનરે શું કહ્યું?
March 07, 2026 05:29 PMકતારના મોટા નિર્ણયથી પાકિસ્તાન લાચાર બન્યું, દરવાજા પર મંડરાયું આ ગંભીર સંકટ
March 07, 2026 05:09 PMશું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
March 07, 2026 04:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
