જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર અને WHOનું કેન્દ્ર બનશેઃ નાણામંત્રી

  • February 01, 2026 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 9મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. જેમાં જામનગરમાં આયુર્વેદિક મેડિકલ સેન્ટર અને WHOનું કેન્દ્ર બનાવવાની જાહેરાત કરી છે. તેમજ દેશમાં નવી ત્રણ આયુર્વેદિક એઇમ્સ બનાવવાની પણ જાહેરાત કરી છે. 

7 હાઇસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે'

દેશમાં સી પ્લેન બનાવનારાઓને ટેકો આપવામાં આવશે.

7 હાઈસ્પીડ રેલ કોરિડોર બનાવવામાં આવશે, જેમાં મુંબઈથી પૂના, પૂનાથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ, હૈદરાબાદથી ચેન્નઈ, સિલિગુડીથી વારાણસી બનાવવામાં આવશે.

વિકસિત ભારત માટે હાઈ લેવલ બેંકિંગ કમિટી બનાવવામાં આવશે.

5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને 3 શહેરોના વિકાસ માટે 11.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. 2026-27માં તેને વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે.

પ્રાઇવેટ ડેવલપર્સ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્ક ગેરંટી ફંડ બનાવવામાં આવ્યું છે. તેમાં સરકાર આંશિક ગેરંટી આપશે.

રિયલ એસ્ટેટના રિસાયક્લિંગ માટે યોજના છે.

કાર્ગો લઈ જવા માટે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવશે. પૂર્વમાં દનકુનીથી પશ્ચિમમાં સુરત સુધી પોર્ટને જોડવા માટે પણ યોજના છે.

જળમાર્ગોનો ઉપયોગ કરવા માટે તાલીમ - વારાણસી અને પટનાનો વિકાસ કરીને આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવામાં આવશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application