જામનગર : મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો જય જય કાર

  • January 17, 2026 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહારાષ્ટ્રમાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી તથા સાથી પક્ષોએ ભવ્ય અને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરતાં જામનગર સહિત સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહની લાગણી છે. આ વિજયના અનુસંધાને જામનગર શહેર તથા જિલ્લા ભાજપ દ્વારા  વિજયોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું.


આ ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયાં, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટે. કમિટી ચેરમેન્ટ નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણસમિતિ ચેરમેન પરષોત્તમભાઇ કકનાણા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના સભ્યો, વોર્ડ પ્રભારીઓ, સેલ મોરચાના અધ્યક્ષ સહીત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડા ફોડી મીઠાં મોઢા કરાવામાં આવ્યા હતા.


આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરી, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અભિષેકભાઈ પટવા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખો નાથાભાઈ વારસાકિયા, રામજીભાઈ પરમાર, રણમલભાઈ કાંબરીયા, જિલ્લા ભાજપના મંત્રીઓ કુમારપાલસિંહ રાણા, હર્ષાબેન રાજગોર, મહિલા મોરચાના પ્રમુખ કાજલબેન સંઘાણી, બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભવાનભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સદસ્ય કે. બી. ગાગીયા, જિલ્લા સોશ્યલ મીડીયા ક્ધવીનર ભવદિપ પંડયા, માર્કેટ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જામનગર તાલુકા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, આગેવાનો રવિભાઈ શિહોરા, ભાગ્યેશભાઈ માણસુરીયા, વિપુલભાઈ પટેલ, રવિન્દ્રસિંહ કંચવા, મોહિતસિંહ જાડેજા, હેમાંગ ત્રિવેદી, ભરત સોનગરા, ભરત ગાગીયા સહિત હોદેદારો, કાર્યકરો, શુભેચ્છકો હાજર રહેલ હતા. 


સૌએ ફટાકડા ફોડી, એકબીજાના મોં મીઠા કરાવી ’ભારત માતા કી જય’ અને વંદે માતરમ’ના ગગનભેદી નાદથી જાણે સૌ કાર્યકરો મહારાષ્ટ્રમાં જ વિજયોત્સવ ઉજવી રહેલ હોય તેવું વાતાવરણ બની ગયેલ તેમ શહેર-જિલ્લા મીડીયા સેલના ક્ધવીનર ભાર્ગવ ઠાકર તથાનરેન્દ્રસિંહ પરમારની સંયુક્ત યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application