ભારત દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાઓ વચ્ચે પાકિસ્તાનની અંદર પણ અશાંતિ વધી રહી છે. બલુચિસ્તાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની સુરક્ષા દળો પર મોટો હુમલો કર્યો છે. આ હુમલામાં પાકિસ્તાની એરફોર્સના બે ઉચ્ચ અધિકારીઓ ઠાર મરાયા હોવાના અહેવાલ છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના કિલી દાઉદી ચાગાઈ ટાઉન નજીક બની હતી, જ્યાં BLAના સશસ્ત્ર લડવૈયાઓએ પાકિસ્તાની એરફોર્સના અધિકારીઓની ગાડી પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે અધિકારીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
નોંધનીય છે કે બલુચિસ્તાનમાં લાંબા સમયથી આઝાદીની માંગ કરી રહેલા બલુચ જૂથો અને પાકિસ્તાની સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. BLA અવારનવાર પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવે છે. ભારતના હુમલા બાદ પાકિસ્તાનની અંદર આ પ્રકારની ઘટનાઓ વધવાથી દેશની આંતરિક સુરક્ષાની સ્થિતિ વધુ કથળી શકે છે. આ ઘટના પાકિસ્તાન માટે એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજસ્થાન: અત્યાર સુધીમાં 30 પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા, બાડમેરમાં રેડ એલર્ટ
May 09, 2025 10:35 PMપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech