પેન્શન રિવિઝન માટે ત્રીજા તબક્કાના આંદોલનમાં દિલ્હી જંતર મંતર ખાતે ધરણામાં વડાપ્રધાનને આવેદનપત્ર
બીએસએનએલ એમટીએનએલ સંયુક્ત ફોરમના પેન્શન રિવિઝન માટે ત્રીજા તબક્કાના આંદોલનાત્મક કાર્યક્રમમાં દિલ્હી જંતર મંતર ખાતે ધરણામાં ભારતભરમાંથી મોટી સંખ્યામાં તા.૧૨.૧૧.૨૦૨૪ના પેન્શનર્સ સાથે ગુજરાત સર્કલમાંથી એઆઇબીડીપીએના ૫૩ સભ્યો એન.એન પટેલ સર્કલ પ્રેસિડેન્ટ તથા મનુભાઈ ચનિયારા સર્કલ સેક્રેટરી તથા સેન્ટ્રલ હેડક્વાટરના વાઈસ પ્રેસિડેન્ટની આગેવાનીમાં જોડાયેલ ડી.ડી.મિસ્ત્રી જનરલ સેક્રેટરી તથા એ.એન.પટેલ એક્યુકેટીવ પ્રેસિડેન્ટ આગેવાની બીડીપીએ (આઇ) ના અન્ય આગેવાન સાથે જોડાયેલ. તા. ૨૫.૦૯.૨૦૨૪ થી તા. ૦૨.૧૦.૨૦૨૪ માં અને તા.૧૨.૧૧.૨૦૨૪ ધરણા પહેલા ગુજરાતના બધા જ સાંસદસભ્યોને આવેદનપત્ર આપવામાં આવેલ હતા.
બીએસએનએલ એમટીએનએલ પેન્શનર્સ એસોસિએશનના સંયુક્ત ફોરમ દ્વારા તા. ૦૧-૦૧-૨૦૧૭ થી 15% ફીટમેન્ટ સાથે બીએસએનએલ એમટીએનએલ શોષિત પેન્શનરોના તાત્કાલિક પેન્શન રિવિઝનની માંગણી સાથે તા. ૧૨.૧૧.૨૦૨૪ના જંતર-મંતર, નવી દિલ્હી ખાતે શક્તિશાળી, પ્રભાવશાળી વિશાળ ધરણાનું આયોજન કરેલ. મણિપુર સહિત દેશના ખૂણે-ખૂણેથી આવેલા 2000 થી વધુ પેન્શનરોએ તેમના ગુસ્સાને દર્શાવી ઉત્સાહપૂર્વક સવારે ૧૦ થી ૧ સુધી ધરણામાં ભાગ લીધો હતો. નડીયાદના - ૯ ટી.વી.ઘેલાણી તથા એ.આર.પટેલ સાથે, જામનગરના - ૫, હિંમતનગરના-૪ વી.કે.પંડયા, જી.જે.ચૌહાણ સાથે, ભરૂચના - ૪ એન.એસ.વસાવા .જી.જી.શેઈખ સાથે, સુરતના - ૪ એ.એસ.દ્વિવેદી, આર.એમ. પટેલ સાથે, પાલનપુરના -2 વી.એમ.દરજી સાથે, જુનાગઢ - ૧, ગોધરા - ૩, સુરેન્દ્રનગરના -૨, મહેસાણના - 3 જી.બી.દરજી સાથે અન્ય જીલ્લામાંથી મળી ૫૩ સભ્યો જોડાયેલા હતા.
એઆઇબીડીપીએના રાષ્ટ્રીય સલાહકાર વી.એ. એન નંબૂદીરીએ અધ્યક્ષતા કરી હતી. કે.જી.જયરાજ, સંયુક્ત ફોરમ કન્વીનરએ સ્વાગત પ્રવચન કરેલ. કે. રાગવેન્દ્રન, સેક્રેટરી જનરલ, એનસીસીપીએ એ ધરણાનું ઉદ્ઘાટનકર કરેલ. ડી.કે.દેબનાથ, જનરલ સેક્રેટરી, એઆઇપીઆરપીએ, થોમસ જોન, પ્રમુખ, બીડીપીએ (આઇ), જી.એલ. જોગી, જનરલ સેક્રેટરી, એસએનપીડબલ્યુએ, એચ.એફ ચૌધરી, જનરલ સેક્રેટરી, સીજીપીએ એચ.ક્યુ. પુણે, આર.કે મુદગલ, જનરલ સેક્રેટરી, એમઆરઇડબલ્યુએ દિલ્હી, ડી.ડી મિસ્ત્રી, જનરલ સેક્રેટરી, બીડીપીએ (આઇ) અને વી.કે ગંગવાર, જનરલ સેક્રેટરી, એમઆરઇડબલ્યુએ, મુંબઈએ સંબોધન કર્યું. એમ.આર.દાસ, રાષ્ટીયપ્રમુખ, એઆઇબીડીપીએએ આભારવિધિ કરેલ. તમામ વક્તાઓએ છેલ્લા આઠ વર્ષથી પેન્શન રિવિઝનના કાયદેસર અને અસ્વીકાર્ય અધિકારને અન્યાયી રીતે નકારવા બદલ મોદી સરકાર અને ડીઓટી નોકરશાહી સામે ભારે આકરા પ્રહારો કર્યા અને માંગણીનો સ્વીકાર્ય ન થાય ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech