આ અંગેની હકીકત મુજબ રૈયાધાર વિસ્તારમાં રહેતા જેરામભાઇ વાઘેલાના બીજા પત્ની લીલાબેન જેરામભાઈ વાઘેલા વાહન અકસ્માતમાં મૃત્યુ થયા અંગે તેના વીમા ક્લેઇમના નાણા બાબતે ચાલતા ડખામાં બીજા પત્નીના પુત્ર લાખાભાઈ જેરામભાઈ વાઘેલા ઉપર અન્ય સાથે લગ્ન કરનાર જેરામભાઈના પ્રથમ પત્ની બેબીબેન અમરશી ચારોલા, પુત્ર વિજયભાઈ અમરશીભાઈ ચારોલા, સંજનાબેન વિજયભાઈ ચારોલા, શાયર ઉર્ફે સાહિલ અને નીર ઉર્ફે નીલ વગેરે હુમલો કરી લાખાભાઈ જેરામભાઈ વાઘેલાની હત્યા કર્યા બાબતે ગુનો નોંધી ધરપકડ કરવામાં કરવામાં આવી હતી. જેમાં જેલ હવાલે રહેલા મહિલા આરોપીઓ બેબીબેન તથા સંજનાબેને કોર્ટમાં જામીન પર છૂટવા માટે જામીન અરજી કરી હતી, તેમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ બીનલબેન અશોકકુમાર રવેશીયા હાજર થઈ કોર્ટમાં જણાવેલ કે અરજદાર આરોપીઓએ આ ગુનાના અન્ય આરોપીઓને પોતાના ઘરે બોલાવીને મરનારને મારવા માટે ગુનાહિત કાવતરું કરી અન્ય આરોપીઓ સાથે ગેરકાયદેસર મંડળી રચી હત્યાના કૃત્યનો પ્રથમ દર્શનીય જ આક્ષેપ છે અને સમાજ વિરોધી ગંભીર ગુનો છે, જેથી બંને આરોપીઓની જામીન અરજીઓ રદ કરવી જોઈએ, જે રજૂઆતો દલીલો ધ્યાને લઇ સેશન્સ કોર્ટે બંને મહિલા આરોપીની જામીન અરજી નામંજૂર કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech