આગામી તા.૧૪/૦૧/૨૦૨૬ના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવનાર છે. મકરસંક્રાંતિ દરમિયાન જામનગર જિલ્લામાં લોકો દ્વારા બહોળા પ્રમાણમાં પતંગો ઉડાવે છે. પતંગના દોરાઓ સાથે પશુ-પંખીઓ ફસાઈને ઘાયલ થતા હોય છે. તેમજ ઓડિયો મેગ્નેટિક ટેપની મદદથી પાવર લાઈનની નજીક પતંગ ઉડાડતી વખતે જાહેર જનતા સાથે વિદ્યુત અકસ્માત થવાની પણ સંભાવના રહે છે. પતંગ ઉડાડવાના હેતુથી ચાઈનીઝ તુક્કલ/ લેન્ટર્ન, ચાઈનીઝ માંઝા, કાચ કોટેડ દોરી, સિન્થેટિક કોટિંગવાળી દોરી, નાયલોન દોરી વગેરેના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. તા.૨૭-૧-૨૦૨૬ સુધી અમલી જાહેરનામાં મુજબ,
પતંગ ઉડાડવાના હેતુથી ચોખાના લોટ, મેંદો, છોડ આધારિત ગુંદર અને અન્ય સમાન કુદરતી ઘટકોની મદદથી કાચના પાવડરનું કોટીંગ કરેલી ઓછી તીક્ષ્ણ-શક્તિ ધરાવતી કોટનની દોરી જે સંપૂર્ણપણે તૂટી શકે તેમ હોય અને પરંપરાગત પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવેલ હોય જેની બનાવટમાં તમામ બાયો-ડિગ્રેડેબલ ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલ હોય તેવી દોરીનો ઉપયોગ કરી શકાશે.
એવી દોરી કે જેના તમામ ઘટકો બાયો-ડિગ્રેડેબલ પદાર્થોના ઉપયોગથી બનેલ છે તેનો ઉપયોગ કરી શકાશે.
કોટનની દોરી કે જેના કોટીંગ માટે ૧૦% થી વધુ કાચના પાવડરનો ઉપયોગ કરવામાં આવેલ છે. તેનો ઉપયોગ કરી શકાશે.
ઉકાળેલા ચોખાનો સ્ટાર્ચ ૩૦%, મેંદો ૩૬%, કુદરતી ગુંદર અને રંગ ૨૪% કોટેડ સામગ્રીનો હોય શકે તથા કાચનો પાઉડર જે કોટીંગ પદાર્થનો ૧૦%, હોઇ શકે છે. પરંતુ તે કોટનના માંજાના ફૂલ વજનના ૦.૫% થી વધુ ન હોય તેવી કોટનની દોરી વાપરી શકાશે.
આ પ્રતિબંધોનો હેતુ માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા તથા પર્યાવરણનું રક્ષણ સુનિશ્ચિત કરવાનું છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી (ઈ.ચા.) એસ.એમ.કાથડ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઇસ્ફહાન એરપોર્ટ પર ઇઝરાયેલની ભીષણ એરસ્ટ્રાઈક, ઈરાનનું F-14 ફાઇટર જેટ તબાહ
March 08, 2026 02:27 PMતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
