કેટકાલ ઘરોમાં ગરમ રોટલીને રાખવા માટે છાપાનો ઉપયોગ કરવામાં છે, તેમજ અમુક લોકો રોટલીને છાપામાં લપેટી દે છે અને કેટલાક છાપાને ખુલ્લું કરીને તેની પર રોટલી રાખે છે. પણ આવું કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. છાપામાં છાપકામ દરમિયાન ઉપયોગમાં લેવાતી શાહીના કેટલાક કેમિકલ્સ ખોરાકમાં ભળે છે. જેના કારણે ગરમ રોટલીને છાપામાં રાખવી યોગ્ય નથી.
રોટલીમાં ભળે છે શાહીના કેમિક્સ્લ
છાપકામ વખતે તેમાં કેટલાક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે જયારે ગરમ રોટલી છાપામાં મુકવામાં આવે છે ત્યારે તે ગરમ હોવાથી સીધી કેમિકલ્સના સંપર્કમાં આવે છે. આવા, કેમિકલ્સ વાળો ખોરાક વારંવાર આરોગવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. જેથી કરીને ભારતીય સુરક્ષા અને માનવ અધિકારી(એફએસએસએએલ) પણ ખોરાકને છાપામાં મુકવા કે ખાવાથી બચવાની સલાહ આપે છે.
પેટની તકલીફો અને ગંદકીનો ખતરો
છાપા છાપકામથી લઈ ઘરો સુધી પહોંચવા માટે અનેક જગ્યાઓથી પસાર થાય છે. આ દરમિયાન તે તડકો અને ગંડકીના સંપર્કમાં આવે છે. અને જયારે તે છાપામાં રોટલી રાખવામાં આવે ત્યારે ખોરાકની સાફ-સફાઈ પર અસર પડે છે, ખાસ કરીને બાળકો માટે ખોરાકમાં સાફ-સફાઈનું દયાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ કારણોને લીધે રોટલીને છાપામાં ન રાખવી અને અન્ય સુરક્ષિત વસ્તુમાં રાખવી જોઈએ.
રોટલી રાખવા માટે શેનો ઉપયોગ કરવો ?
રોટલી રાખવા માટે સાફ-સુથરા કપડામાં અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવો. તમે કાચનાં સાફ વાસણમાં પણ રોટલી રાખી શકો છો. તેથી રોટલી ઢંકાયેલી રહેશે અને તેને છાપામાં રાખવાની જરૂર નહીં પડે. જો તમે કાગળનો ઉપયોગ કરો છો તો એવું કાગળ લો કે જે ખાવા માટે સુરક્ષિત હોય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરણબીર કપૂરની રામાયણ ઓટીટી પર આવશે, પરંતુ અલગ ફી ચૂકવવી પડશે
October 23, 2026 12:40 PMહનુમાન અંશે બમણી તાકાત લગાવી, કમાણીમાં ફરી વધારા
October 23, 2026 12:31 PMઉડતા તીરને સેન્સર સર્ટિફિકેટ મળ્યું, અમુક દ્રશ્યો પર કાતર
October 23, 2026 12:23 PMરશ્મિકાને ફિલ્મોમાં બિકીની પહેરવા સામે વાંધા
October 23, 2026 12:17 PMભારતમાં લાઈવ કોન્સર્ટનો ટ્રેન્ડ વધ્યો, ગાયકોની કમાણી લાખોમાં નહીં, કરોડોમાં!
October 23, 2026 12:10 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
