આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા હીજરી સન ૬૧માં મોહર્રમની દસમી તારીખે સિરિયાના સરમુખત્યાર યઝીદનાં જુલ્મી શાસન સામે ઇસ્લામના મહાન પયગંમ્બરનાં મહાન દોહિત્ર હઝરત ઈમામ હુસૈને પોતાના કુટુંબીજનો સહિત ૭૨. વફાદાર સાથીઓ સાથે માત્ર સત્યની હિફાજત ખાતર કરબાલાનાં મેદાનમાં જે મશન કુરબાની આપી તેને ઇસ્લામી જગત આજેય ભુલી શકયો નથી.
કરબલાના આ મહાન શહીદોની યાદમાં પ્રતી વર્ષ શહેર અને જીલ્લાભરમાં મોહર્રમની ચાંદ રાતથી લઈ દસ દિવસ સુધી જુદી જુદી મુસ્લીમ જમાતો અને કમીટીઓ દ્વારા "દાસ્તાને કરબલા"નાં નેજા હેઠળ વાએઝ શરીફનાં મુબારક કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શહેરમાં દર વર્ષની જેમ આવર્ષ પણ શંકરટેકરી રઝાનગરના હુસૈની ચૌકમાં શહાદતનાં બયાનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. રઝાનગર સુન્ની મુસ્લીમ જમાત અને હુસૈની વાએઝ કમીટીના સંયુક્ત પ્રયાસો દ્વારા યોજાયેલા આ અજીમુશ્શાન ઇજલાસમાં દેશમાં ખ્યાતી ધરાવતા ભારતનાં બે મહાન અને વિદ્વાન આલીમ હઝરત મૌલાના મુફતી હમ્માદ રઝા અને મુફતી કારી શકીલ પોતાની લાક્ષણિક શૈલીમાં ઇમાન અફરોઝ બયાન ફરમાવશે
મોલાના મૌસુફ તા. ૦૬-૦૭-૨૪નાં રોજ મુરાદાબાદ થી જામનગર તશરીફ લઈ આવશે ત્યારે જામનગર શહેરનાં જુદી જુદી મસ્જીદોના ઈમામી-આલીમો હુસૈની વાએઝ કમીટીનાં સભ્યો રઝાનગર સુન્ની મુસ્લીમ જમાત સહિતનાં આગેવાનો તેમનું ભાવભર્યું સ્વાગત કરશે. આ મુબારક કાર્યક્રમને સફળ બનાવવા હુસૈની વાએઝ કમીટીનાં કાર્યકરો રાત-દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે કાર્યકરો દ્વારા હુસૈની ચોક સહિત આખા રઝાનગર વિસ્તારને રોશનીથી ઝળહળતી કરવામાં આવ્યો છે તેમ રઝાનગર સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech