ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે દુ:ખાવો અને અચાનક આંચકી આવી
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી એક મહીલાને પોતાની વાડીમાં ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર નાખતી વખતે માથામાં દુ:ખાવો ઉપડ્યા પછી એકાએક માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં રહેતી અને ખેતી કામ કરતી ભાવિશાબેન હિતેશભાઈ કાછડીયા (ઉ.વ.૩૪) ગત તા. ૯ના રોજ વાડીમાં ઘઉંના ઉભા પાકમાં રાસાયણિક ખાતર યુરિયા નો છંટકાવ કરી રહી હતી, જે દરમિયાન તેણીને એકાએક માથામાં દુખાવો ઉપડ્યો હતો, અને પગમાં ખાલી ચડી જતાં તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યાં સારવાર દરમિયાન તેણીને આંચકી ઉપડી હતી, અને માથાની નસ ફાટી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના પતિ હિતેશભાઈ દિનેશભાઈ કાછડીયાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલીસ ની ટુકડી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દોડી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech