દ્વારકામાં જૂની નગરપાલિકા કચેરી પાછળ રહેતા લાખણશીભાઈ ઘેલુભાઈ ચાનપા નામના 50 વર્ષના આધેડ પોતાના જી.જે.37 એલ. 8686 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે એક રેસ્ટોરન્ટ પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 યુ. 6123 નંબરના એક રીક્ષાના ચાલકે લાખણશીભાઈના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે તેમને ફ્રેકચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે લાખણશીભાઈ ચાનપાની ફરિયાદ પરથી રીક્ષા ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
ઓખામાં માછીમાર સામે ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી
ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં રહેતા અને મૂળ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના રહીશ કિરણભાઈ મૂળજીભાઈ ટંડેલ નામના 43 વર્ષના માછીમાર યુવાને માછીમારી કરવા માટે જરૂરી ટોકનમાં દર્શાવ્યા કરતા એક વધારે માણસ માછીમારી કરવા માટે લઈ જઈ, માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ફિશરીઝ એક્ટ હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપ્રેમમાં થોડા પાગલ થવું ઠીક છે, મગજ બહુ ન ચલાવવું : આરજે મહવશ
May 14, 2025 12:12 PMફલ્લા ગામમાં ગ્રામ પંચાયત પણ વોકિટોકીથી સજ્જ
May 14, 2025 12:06 PMમિશન ઇમ્પોસિબલ 8': ટોમ ક્રૂઝના દિલધડક સ્ટંટ દર્શકોને જકડી રાખશે
May 14, 2025 12:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech