બિટકોઈન 2.2% વધીને 110707 ડોલરની સર્વોચ્ચ સપાટીએ

  • May 22, 2025 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન આજે 2.2% વધીને 1,10,707 (લગભગ રૂ. 95 લાખ) ડોલરની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો છે, કારણ કે એશિયન બજારો ખુલ્યા હતા. કોઈન માર્કેટ કેપના ડેટા અનુસાર, આના એક દિવસ પહેલા, 21 મેના રોજ, તે 1,09,721 ડોલર પર હતો.અને હવે 1,09,980 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે. ગયા દિવસ કરતાં તેમાં ૩.૨૫%નો વધારો થયો છે અને તેનું માર્કેટ કેપ ૨.૧૮ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. આમાં ૩.૨૯% નો વધારો થયો છે. ટ્રેડિંગ વોલ્યુમ પણ 68.89% વધીને 85.13 બિલિયન ડોલર થયું.


બિટકોઈન હવે નવો રેકોર્ડ બનાવે તેવી સંભાવના

કોઈનસ્વિચના બજાર નિષ્ણાતોના મતે, જાન્યુઆરી પછી આ પહેલી વાર છે જ્યારે બિટકોઈન 107 હજાર ડોલરના સ્તરને પાર કરી ગયું છે. તે હવે તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી માત્ર 2% દૂર છે અને તેજીનો ટ્રેન્ડ વધુ તીવ્ર બની રહ્યો છે. બિટકોઇન ફ્યુચર્સમાં રોકાણકારોનો રસ વધ્યો છે. ફ્યુચર્સ ઓપન ઇન્ટરેસ્ટ 74.35 બિલિયન ડોલર પર પહોંચ્યો, જે ગયા અઠવાડિયા કરતા 10.65% વધુ છે.


નિષ્ણાતો શું કહે છે

સીઆઈએફડીએકયુના સ્થાપક હિમાંશુ મારાડિયા કહે છે કે "ક્રિપ્ટો માર્કેટ હાલમાં સ્થિરતાની સ્થિતિમાં છે. મુડરેક્સના સહ-સ્થાપક અલંકાર સક્સેનાના મતે, લાંબા સમયથી બિટકોઇન રાખનારા રોકાણકારોની સંખ્યામાં વધારો થયો છે. એક્સચેન્જો પર બિટકોઇનનો પુરવઠો ઘટીને 7.1% થયો છે (નવેમ્બર 2018 પછીનો સૌથી નીચો), જે દર્શાવે છે કે લોકો વેચવાને બદલે પકડી રહ્યા છે. તેમનું માનવું છે કે જો બિટકોઈન 108,000 ડોલરના પ્રતિકારને તોડી નાખે છે, તો તે એક નવો ઉછાળો લાવી શકે છે.



ઇથેરિયમે બિટકોઇનને પાછળ છોડી દીધું

ઇથેરિયમની કિંમત 24 કલાકમાં 0.35% વધીને 2,529.76 (લગભગ રૂ. 2,20,800)ડોલર પર પહોંચી ગઈ છે. માર્કેટ કેપ ૩૦૫.૪૧ બિલિયન ડોલર છે અને ટ્રેડિંગ વોલ્યુમ ૨૨.૫૯ બિલિયન ડોલર છે. ડેલ્ટા એક્સચેન્જના રિસર્ચ વિશ્લેષક રિયા સેહગલના મતે, ગયા મહિનામાં ઇથેરિયમે બિટકોઇન કરતાં 60% વધુ વૃદ્ધિ દર્શાવી છે. જોકે, 2,500 ડોલરના સ્તરની નજીક કેટલીક પ્રોફિટ બુકિંગ પણ કિંમતમાં ઘટાડો લાવી શકે છે. જો ઇથેરિયમ 2,850 ડોલરના પ્રતિકારને તોડે છે, તો તે 3,000 ડોલર અથવા તો 3,350 ડોલર તરફ વધી શકે છે તેમ ઝેબ પે ના હરીશ વટનાનીએ ઉમેર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application