ધુતારપર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સૈનિકો માટે રક્તદાન કેમ્પ

  • May 14, 2025 12:19 PM 


ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને લઈ તેમજ દેશ અને રાજ્યમાં સર્જાયેલી આકસ્મિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જામનગર જિલ્લાના ઘુતારપર ગામેં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, કેમ્પ શરૂ થતાં જ રક્તદાતાઓ આવી પોહચ્યા હતા અને કેમ્પ પૂરો થાયો ત્યાર સુધી બહોળી સંખ્યામાં રક્તદાનઓ અમૂલ્ય રક્તદાન કરવા ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમા જામનગર તાલુકા પ્રમુખ સંગીતાબેન કાંન્તીભાઇ દુધાગરા, પૂર્વ તાલુકા પ્રમુખ હસુભાઇ ફાચરા તથા શ્રી મતી કાજલબેન હાર્દિકભાઇ કાછડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીગ્નેશ પટેલ ,ધુતારપર ગ્રામપંચાયતના સંરપચ ભાવનાબેન પરેશભાઇ ભંડેરી તથા સા.આ.કેન્દ્ર ધુતારપરના અધિક્ષક તેમજ તમામ સ્ટાફની હાજરી અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવેલ.


આ કેમ્પમાં આજુ-બાજુ વિસ્તારના ગ્રામજનો વડિલો, માતા તથા બહેનો દ્વારા બહોળા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવેલ. જેમાં 98 જેટલી રક્તની બોટલો એકઠીકરવામાં આવી અને જામનગર જીજી હોસ્પિટલ ખાતે જમા કરાવી અને ધુતારપુર આરોગ્ય કેન્દ્ર દ્વારા પોતાનું યોગદાન આપેલુ,અને દેશ પ્રત્યે પ્રેમ દાખવ્યો હતો,જે બદલ સામુહિક આરોગ્ય કેન્દ્ર તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application