હેલ્થ અને ડાયટ અંગેની માહિતી વિનામૂલ્યે અપાશે
ખંભાળિયામાં આગામી મંગળવાર તરીકે 28 મી ના રોજ અત્રે નગર ગેઈટ પાસે આવેલી શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે હાડકાની તપાસના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
શરીરના જુદા જુદા ભાગોમાં સાંધાના દુઃખાવા, ચાલવામાં પડતી તકલીફ, બાળકોના શારીરિક તેમજ માનસિક વિકાસ માટે તથા શરીરમાં કેલ્શિયમની ઉણપથી થતી તકલીફોને નિવારવા માટે યોજવામાં આવેલા બોન મિનરલ ડેન્સિટી (બી.એમ.ડી.) હાડકાની તપાસના આ કેમ્પમાં જાણીતા નિષ્ણાત નિકેતન ગજ્જર દ્વારા રાહત દરે તપાસણી કરી આપવામાં આવશે. આ કેમ્પમાં ઉપસ્થિત લોકોને આરોગ્ય તેમજ ડાયટ કેલ્શિયમ અંગેની માહિતી પણ આપવામાં આવશે.
મંગળવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી યોજવામાં આવેલા આ કેમ્પનો લાભ લેવા આયોજક પાયલ ઠકરાર (મો. 9408535169) દ્વારા ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech