જામનગરમાં રણજીતસાગર રોડ પર મયુરબાગ વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટ ના કારખાનેદાર વેપારીની પત્નીએ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી દીધી છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર માધવબાગ શેરી નંબર ૪ માં રહેતા અને દરેડ વિસ્તારમાં બ્રાસપાટનું કારખાનું ધરાવતા પ્રતિકભાઈ યોગેશભાઈ મુંગરા નામના પટેલ કારખાનેદારની પત્ની ડેન્શીબેન પ્રતિકભાઈ મુંગરા નામની ૨૧ વર્ષ ની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખા ના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સિટી એ. ડિવિઝનના પી.એસ.આઇ. ટી.ડી. બુડાસણાં બનાવના સ્થળે દોડી ગયા હતા, અને ડેન્શીબેનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણીના આત્મહત્યાના પગલાં અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application138 વર્ષ જૂની ગૌશાળાનું 2 કરોડના ખર્ચે રિનોવેશન, દ્વારકામાં શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન
May 17, 2025 12:27 PMયે બાત કુછ હજમ નહી હુઈ.. ટ્રમ્પે તેલનું ટીપું આપવા બદલ UAEની મજાક ઉડાવી
May 17, 2025 12:14 PMસિંહ સાથે...યે દોસ્તી હમ નહીં તોડેંગે...
May 17, 2025 12:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech