પવિત્ર બેટ દ્રારકામાં ૪૫૦થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા વહિવટી તત્રં દ્રારા આખરી નોટીસ અપાયા બાદ છેલ્લા પાંચ–પાંચ દિવસથી ઓપરેશન ડીમોલીશન ચાલી રહ્યું છે, ગઇકાલે રૂા.૧૨.૫૫ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી અને અત્યાર સુધીમાં રૂા.૪૯.૧૫ કરોડની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો દુર કરી દેવામાં આવ્યા છે. એસડીએમ અમોલ આવટે અને એસપી નિતીશ પાંડેયની આગેવાની હેઠળ પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, કોઇપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી અને સિેચર પુલ પણ પાંચ દિવસથી બધં કરી દેવામાં આવ્યો છે, બેટ દ્રારકામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હજુ પણ ગેરકાયદેસર બાંધકામો તોડવાના હોય રાજય સરકારે પણ તમામ પ્રકારના ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવા સુચના આપી છે.
સમગ્ર ઓપરેશનમાં એસડીએમ દ્રારા ગુતાપૂર્વક મીટીંગ યોજાયા બાદ આ ઓપરેશન છેવટ સુધી કોઇને ખબર ન પડે તે રીતે ગોઠવાયું હતું, ગઇકાલે ૨૨૬૩૮ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ હતી જેમાં ૩૯ મકાન, ૭ વાણીજય અને ૩ અન્ય મકાનો દુર કરાયા હતાં. અત્યાર સુધીમાં રૂા.૪૭.૧૫ કરોડની જમીનો, ૨૮૬ બાંધકામો ઉપર સરકારી બુલડોઝર ફરીવળ્યું હતું.
મકરસંક્રાંતિના દિવસે રજાનો દિવસ હોવા છતાં પણ આ ઓપરેશન ચાલું રહ્યું હતું, હજુ રૂપેણબંદર અને દ્રારકા શહેરમાં મંદિરની આજુબાજુ ઝડપથી ઓપરેશન થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે, ઓખા, પંચવટી, બાલાપર ગામ તળ, હનુમાન દાંડી રોડ સહિતના વિસ્તારોમાં કુલ ૬૩૭૫૩ ચો.મી. જમીન ખુલ્લી કરાવવા તત્રં દ્રારા કવાયત હાથ ધરવામાં આવી છે. ડીમોલીશન કર્યા બાદ ચારે તરફ કાટમાળ હોવાથી લોકોને થોડી મુશ્કેલી પડે છે અને તાત્કાલીક અસરથી વહિવટી તત્રં દ્રારા આ તમામ કાટમાળ દુર થઇ જાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ગયા વર્ષે પણ આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે કાટમાળ લાંબો સમય પડયો રહ્યો હતો, પરંતુ ફરીથી સરકારી જમીનો ઉપર ગેરકાયેસર બાંધકામો થઇ રહ્યા હતાં, ત્યારે અધિકારીઓને આ અંગે કેમ જાણ ન હતી ? અને તેઓએ શા માટે આ બાંધકામ કરવા દીધા હતાં ? તે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.
છેલ્લા ત્રણ–ચાર દિવસથી બેટદ્રારકામાં લોકો જઇ ન શકતા કૃષ્ણભકતોમાં પણ નારાજગી જોવા મળી હતી, પોલીસે વ્યવસ્થાના ભાગરૂપે ડ્રોન કેમેરાની મદદ પણ લીધી હતી, ઓપરેશન દરમ્યાન કે ઓપરેશન બાદ સાંજે કોઇપણ પ્રકારના અસામાજીક તત્વો બાંધકામ ડીમોલીશન તોડયા બાદ કોઇપણ પ્રકારના તોફાન ન કરે તે માટે પણ બાજ નજર રાખવામાં આવી હતી, ઉપરાંત દરિયાઇ પેટ્રોલીંગ પણ મજબુત બનાવવામાં આવ્યું હતું. ખંભાળીયાના ડીવાયએસપી સાગર રાઠોડ, હાદિર્ક પ્રજાપતિ, એલસીબી, એસઓજીનો સ્ટાફ પણ આ ઓપરેશનમાં જોડાયો હતો, ઉપરાંત ખંભાળીયા અને દ્રારકા પીજીવીસીએલનો સ્ટાફ પણ આ તોડપાડમાં સામેલ રહ્યો હતો. આમ સતત પાંચમાં દિવસે ડીમોલીશન ચાલું રહ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદરમાં નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે એક્રેલિક કલર વર્કશોપનો થયો શુભારંભ
May 17, 2025 10:40 AMદ્વારકાની ત્રણ પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન સંચાલકની ભરતી
May 17, 2025 10:39 AMરશિયા - યુક્રેન શાંતિ મંત્રણા માત્ર બે કલાકમાં પૂરી થઈ ગઈ :તણાવ વધ્યો
May 17, 2025 10:39 AMઝૂરીબાગ વિસ્તારમાં આખલા યુદ્ધ થી વાહનોનો નીકળ્યો કચ્ચરઘાણ
May 17, 2025 10:38 AMજામનગર જિલ્લામાં વરસાદનું ૨૪ વર્ષનું સરવૈયુ: આ વખતે સારી વર્ષાની આશા...
May 17, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech