ભ્રષ્ટાચારને લઈને રાજ્ય પોલીસ વડાની મોટી કાર્યવાહી: CID ક્રાઈમના EOW PSI સિસોદિયા સસ્પેન્ડ

  • June 05, 2025 11:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત CID ક્રાઈમના ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) યુનિટ-2 માં ફરજ બજાવતા PSI સિસોદિયાને ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ) દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ના ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા EOW માં કરવામાં આવેલા ઇન્સ્પેક્શન બાદ કરવામાં આવી છે.


​​​​​​​પ્રાપ્ત માહિતી અનુસાર PSI સિસોદિયા પાસે દસેક જેટલી અરજીઓની તપાસ લાંબા સમયથી પેન્ડિંગ હતી. નિર્લિપ્ત રાયે છેલ્લા ત્રણ દિવસથી આર્થિક ગુના નિવારણ શાખા (EOW) માં ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઇન્સ્પેક્શન દરમિયાન સિસોદિયાની કામગીરીમાં અનિયમિતતા અને પેન્ડિંગ કેસોની ગંભીરતા સામે આવી હતી.

ડીઆઈજી નિર્લિપ્ત રાયના રિપોર્ટ અને ભલામણના આધારે ડીજીપી દ્વારા PSI સિસોદિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના પોલીસ દળમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા જાળવવા માટેના પગલાંનો એક ભાગ છે. આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં દાખલો બેસાડવામાં આવ્યો છે કે ફરજમાં બેદરકારી અને કેસોને પેન્ડિંગ રાખવા બદલ કડક પગલાં લેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application