જામનગર તમાકું નિયંત્રણ સેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ધ્રોલ ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું

  • April 18, 2025 06:34 PM 

જામનગર તમાકું નિયંત્રણ સેલ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુર.એમ.પ્રસાદ અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડો.જે.આર.પટેલ ના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો એચ.એન.ફૌજે ના મોનીટરીંગ માં ધ્રોલ તાલુકાના ધ્રોલ ગામ વિસ્તારમાં આવેલ દુકાનોમાં COTPA-2003 ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.

​​​​​​​ જેમાં કલમ ૪ જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ પર (૦) કેસ કરવામાં આવેલ તેમજ  કલમ ૬ (અ) ૧૮ વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા,આપવા કે વેચવા માટે આપવા પર પ્રતિબંધ  મુજબ  ૧૩  કેસ તથા કલમ ૬ (બ) શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારના વિસ્તારમાં તમાકુ કે તમાકુની બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મુજબ  ૦  કેસ એમ કુલ ૧૩ કેસ કરેલ જેમાં રૂપિયા ૨૬૦૦ નો દંડ એકત્ર કરેલ આ કામગીરીમાં તાલુકા સુપરવાઇઝર  અનિલભાઈ ટંકારીયા,જિલ્લા સાઈકોલોજિસ્ટ નઝમા આઈ હાલા, સોશ્યલ વર્કર ગૌતમ એચ સોંદરવા તેમજ ધ્રોલ પોલીસ સ્ટેશનમાંથી પો.કો. ભગીરથસિંહ જાડેજા હાજર રહેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application