જામનગર : અલીયા ગામે કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો : બે શખ્સ ઝબ્બે

  • January 17, 2026 01:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક અલીયા ગામે બીએસએનએલના લેન્ડલાઇન ફોનના કેબલની ચોરી થઇ હતી જેનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને બે શખ્સને મુદામાલ સાથે દબોચી લીધા હતા.


જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની અને ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલ દ્વારા અનડીટેકટ ગુના શોધી કાઢવા સુચના કરતા પંચકોશી-એ પીઆઇ એમ.એન. શેખના માર્ગદર્શન હેઠળ વાયર ચોરીનો ગુનો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના એએસઆઇ નિર્મળસિંહ, કોન્સ. હરદેવસિંહ તથા કમલેશભાઇને સંયુકત બાતમી મળેલ કે અલીયા ગામે થયેલ ચોરીના મુદામાલ સાથે આરોપીઓ બાબતે વોચ રાખીને અલીયા ગામમાં રહેતા કોન્ટ્રાકટર મયુર ભાણા વીરડા અને ભંગારનો ધંધો કરતા અલીયાના સીતારામનગરમાં રહેતા જગદીશ ઉર્ફે જગો જલા રાઠોડ બંનેને પકડી લીધા હતા અને ૩૫ હજારનો કેબલ કોપરનો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application