જામનગરમાં પથિક આશ્રમ રોડ પર કારમાં આગ

  • November 08, 2025 05:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં પથિકાશ્રમ રોડ પર ગઈકાલે બપોરના સમયે કાર નં. જીજે૧૦ એફ-૪૧૨૦માં અચાનક ચાલુકારે  આગ લાગી ગઈ હતી. અને કારના બોનેટના ભાગમાં વાયરીંગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સ્પાર્ક થયા બાદ એકાએક ભડકો થયો હતો, અને આગ શરૂ થઈ ગઈ હતી.


 તેથી કારચાલક તુરતજ પોતાની કાર છોડીને બહાર નીકળી ગયા હતા, તેથી તેનો બચાવ થયો હતો, ત્યારબાદ પાસે જ આવેલા એક રોસ્ટરોન્ટના કર્મચારીઓ વગેરે પોતાની દુકાનમાંથી પાણીની ડોલ લઈ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો.
​​​​​​​

 આ સમયે કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડને પણ જાણ કરી દીધી હતી, તેથી ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News