એસોસિએશન દ્વારા કરાયું આયોજન
ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી આઠ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે, જેના ભાગરૂપે જામનગર ફિઝીયોથેરાપી એસોસિએશન દ્વારા લોકોમાં ફિઝીયોથેરાપી સારવાર અંગે જાગૃતતા કેળવાય તે શુભ હેતુસર કરવામાં આવ્યું હતું.
ફિઝિયોથેરાપી સારવાર ઘણા બધા રોગોમાં ખૂબ જ અસરકારક નીવડે છે ,જેમ કે કમરનો દુખાવો , ગોઠણ ,ખભા તથા કોણી જેવા સાંધાઓના દુખાવા , રમતગમતમાં થતી ઇજાઓમાં, બાળકોના રૂંધાતા વિકાસમાં, તેમજ પેરાલીસીસ (લકવો) જેવી બીમારીઓ ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક નીવડે છે, આ અંગેની જાગૃતતા લોકોમાં ફેલાય એ જ જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશનનો મુખ્ય હેતુ છે.
જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશન લોકોને ફિઝિયોથેરાપી સાથે ભળતા નામની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં નોન- મેડિકલ લોકોથી સાવધાન રહેવાનું જણાવે છે, અને લોકો ને રજીસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જ ફિઝિયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ કરે છે.આ કાર્યક્રમમાં જામનગર ફિઝિયોથેરાપીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો.અબ્બાસઅલી સૈયદ,ઉપપ્રમુખ ડો.જય સાતા , સેક્રેટરી ડો.દિવ્યેશ રાઠોડ અને ખજાનચી ડો. શિવાની રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.આ મુજબ એસોસિએશનના પ્રમુખની યાદીમાં જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech