દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારની દિનદયાળ પોર્ટ જેટી પર ગઇકાલે પોર્ટના નવનિયુક્તિ ચેરમેન સુશીલકુમાર સીંગની ઓચિંતી વિઝીટ કરવામાં આવી, આ જેટી પર દર વર્ષે કરોડો રૂપિયાની આવક દિનદયાળ પોર્ટને છે, જે થોડા સમય પહેલા 400 ઉપર અધિકારી નોકરી કરતા હતા, હાલ તેમાં 10 ટકા જેટલો જ સ્ટાફ છે.
પ્રાથમિક વિગત મુજબ આ પોર્ટમાં ટુંક સમયમાં જ કરોડો રૂપિયાનું કામ આવી રહ્યું છે, તેમજ એક નવું એસબીએન બનાવવાનું છે અને એક ડાયડોક પણ બનાવવાનું છે, તેમજ દિનદયાળ પોર્ટને આ જેટી પર મબલખ આવક ધરાવતી જેટી છે, તેમજ ચેરમેનની ઓચિંતી વિઝીટથી હલચલ મચી ગઇ છે, તેમજ ઘણા બધા બીજા કામો પણ આવવાના છે. તેવી ચચર્િ પણ જણાઇ છે. તેમજ વાડીનાર સ્થિત બીજી બે કંપનીના મેઇન અધિકારીઓ પણ મુલાકાતે દોડી આવ્યા હતા, ત્યારબાદ ચેરમેન એસબીએનની મુલાકાતે પણ ગયા હતા. તેમજ જેટી પર પોર્ટની ઓફિસે તેમના અધિકારી સાથે ચચર્િ કરવામાં આવી હતી.
ચેરમેન એસ.કે. સીંગ સીટી મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરીના પદ પર 3 વર્ષથી કાર્યરત હતા, ત્યારબાદ તેમની નિમણુંક પોર્ટના ચેરમેન તરીકે થઇ હતી. આ જેટી પર આટલી મબલખ આવક છતાં તેઓ સીએસઆર ફંડ ફાળવતા નથી. હવે જોવાનું એ છે કે આટલા મોટા વિસ્તારમાં કરોડો પિયાનું કામ આવવાનું છે, તો સ્થાનિકમાં રોજી રોજગાર મળે છે કે નહીં ? તેમજ રાજકીય વગ ધરાવતાને જ કામો આપવામાં આવે છે તેમજ ચેરમેનના વિઝીટથી નવા જુનીના અેંધાણ જોવા મળ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂરનો નવો વીડિયો, સેનાએ પાકિસ્તાની ડ્રોનને કેવી રીતે તોડી પાડ્યું? જુઓ વીડિયો
May 19, 2025 01:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech