ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના લાભાર્થે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં રથનું પરિભ્રમણ

  • May 02, 2025 12:17 PM 

ઠેબા ગામથી રથનો પ્રારંભ કરાયો, 7 દિવસમાં 45 ગામોમાં રથ ફરશે

ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ સંચાલિત "કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ" ના લાભાર્થે જામનગર તાલુકામાં ખોડીયાર માતાજીની શોભાયાત્રા (રથ) તથા દરેક ગામોમાં માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજરોજ 2 મેએ સવારે મા ખોડલના રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


ઠેબામાં કેન્સર હોસ્પિટલની થીમ અને મા ખોડલના રથનું રંગોળી કરી સ્વાગત કર્યું હતું અને જે રૂટ ઉપર રથ પરિભ્રમણ કરવાનો છે તે તમામ રૂટને શણગારવામાં આવ્યા છે. સર્વે સમાજના લોકો દ્વારા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.


મા ખોડલનો રથ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં દરરોજ અલગ અલગ ગામોમાં ફરશે અને બપોરનું રોકાણ અને રાત્રે રોકાણ કરશે. જ્યારે મા ખોડલના રથનો આજે 2 મેના રોજ સવારે પ્રારંભ થયો છે અને તારીખ 8-5-2025 ના રોજ શોભાયાત્રા પૂર્ણ કરશે.


મા ખોડલનો અને કેન્સર હોસ્પિટલનો રથ દરરોજ છ ગામડામાં પરિભ્રમણ કરશે અને સાત દિવસમાં 45 જેટલા ગામડામાં  ખોડલધામ કેન્સર હોસ્પિટલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટની થીમમાંથી તૈયાર કરાયેલો અને મા ખોડલની મૂર્તિ બિરાજમાન કરેલા રથ ફરશે અને દરેક જગ્યાએ વિવિધ સમાજના લોકો તેમજ ગામડામાં અલગ અલગ જગ્યાએ મહા આરતી પણ કરવામાં આવશે.


જ્યારે આજરોજ રથના પ્રારંભ વખતે લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, મનોજ કથીરીયા, ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી, જિલ્લા કન્વીનર મયુરભાઈ મુંગરા તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને કોર્પોરેટરો તેમજ સમાજના સંસ્થાના આગેવાનો હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application