જામનગરના બાળ સાહિત્યકાર એક વધુ પુરસ્કારથી સન્માનિત

  • April 16, 2025 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બાળ-કલ્યાણ અને બાળ સાહિત્ય સંશોધન કેન્દ્ર, ભોપાલ દ્વારા પ્રતિ વર્ષ વિવિધ ભારતીય ભાષાઓમાં બાળસાહિત્યના ક્ષેત્રમાં ઉલ્લેખનીય પ્રદાન કરનાર સર્જકોને રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે.જે અંતર્ગત ગુજરાતી બાળસાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન બદલ જામનગરના શિક્ષક  કિરીટ ગોસ્વામીને  પશ્રી પન્નાલાલ શર્મા : બાળસાહિત્ય પુરસ્કારથ ( વર્ષ ૨૦૨૫) ૧૪ એપ્રિલના રોજ માનસ ભવન,ભોપાલ (મધ્યપ્રદેશ) ખાતે લોકસભાના પૂર્વ સચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ અને બાલ સંરક્ષણ આયોગના અધ્યક્ષ  રવીન્દ્ર મોરેના હસ્તે એનાયત કરવામાં આવ્યો..


આ સમારંભમાં વિવિધ બાળકોએ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરી હતી.જે અંતર્ગત કિરીટ ગોસ્વામીના બે વિદ્યાર્થીઓ જય અને હિરેન દૂધરેજિયાએ કિરીટ ગોસ્વામીનું લોકપ્રિય ગુજરાતી બાળગીત પહાથીભાઇ, સૂંઢમાં ઝૂલવા દો પરજુ કરેલ હતું.જે બદલ આ બંને વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા.


આધુનિક બાળકોની પસંદ-નાપસંદ અને મનોજગતનું ચિત્રણ કરતી કિરીટ ગોસ્વામીની કલમે બાળભોગ્ય એવા ત્રીસથી વધારે પુસ્તકો આપ્યાં છે.માત્ર પુસ્તક લખીને સંતોષ ન માનનાર આ પઆધુનિક ગિજુભાઇથ ગુજરાત આખાની પ્રાથમિક શાળાઓમાં બાળગીત અને બાળવાર્તાઓનો ગુલાલ કરવા ફરતા રહે છે.
​​​​​​​

ઉત્તમ બાળસાહિત્યના સર્જન બદલ કિરીટ ગોસ્વામીને આ અગાઉ પણ અઢળક ઇનામ-એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂકેલ છે. વર્ષ ૨૦૨૨ માં તેમને ખિસકોલીને કમ્પ્યૂટર છે લેવું! પુસ્તક માટે સાહિત્ય અકાદેમી, દિલ્હીનો રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂક્યો છે. આમ, ગુજરાતના મુઠ્ઠી ઊંચેરા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને વધુ એક વખત રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે.એ આનંદ અને ગૌરવની ઘટના છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application