પોલીસે ડબલ સવારી બાઈકમાં ચિલઝડપ કરી ને ભાગી છૂટેલા બે શખ્સોને મોબાઈલ સાથે ઝડપી લીધા
જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નજીકથી પગપાળા ચાલીને જઈ રહેલા એક રાહદારીના હાથમાંથી મોબાઇલ ફોન ઝુંટવીને ડબલ સવારી બાઈકમાં આવેલા બે ગઠીયાઓ છુમંતર થયા હતા. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાયા પછી પોલીસ બંને ગઠિયાઓને શોધી કાઢ્યા છે, અને મોબાઈલ ફોન કબ્જે કરી લીધો છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સિલ્વર સરિતા કો ઓપરેટિવ સોસાયટીમાં રહેતા માયારામ જય જય રામ મૌર્ય ઉંમર વર્ષ (પ૮) કે જેઓ દીગજામ ઓવરબ્રિજનજીક થી પગપાળા ચાલીને પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા કરતા જઈ રહ્યા હતા.
જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સ એ તેઓના હાથમાં રહેલા રૂપિયા ૧૦,૦૦૦ ની કિંમત ના મોબાઈલ ફોન ને ઝુંટવી લીધો હતો, અને હવામાં ઓગળી ગયા હતા.
આ બનાવ સમયે માયારામ મૌર્ય એ દેકારો કર્યો હતો, પરંતુ બંને ગઠીયાઓ રફુચક્કર થઈ ગયા હોવાથી સમગ્ર મામલાને સીટીસી ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી.
પોલીસની ઊંડાણપૂર્વકની તપાસમાં ઉપરોક્ત મોબાઈલ ફોનની ચિલઝડપ કરનાર જામનગરમાં બાવરીવાસમાં રહેતા રોહિત જીવણભાઈ ડાભી તેમજ અર્જુન સુરજભાઈ સોલંકી ને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી ઉપરોક્ત મોબાઈલ ફોન કબજે કરી લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech