આખરે આતુરતાનો અંત આવી ગયો છે અને ગુજરાતભરમાં ભાજપ દ્વારા શહેર-જિલ્લાના નવા સુકાનીઓની જાહેરાત કરવામાં આવી છે, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડો.વિનુભાઇ ભંડેરીની વરણી થવાની પુરી શકયતા છે, જ્ઞાતિના ગણીત પ્રમાણે વધુ એક વખત લેઉવા પાટીદારની પસંદગી થઇ છે, સંગઠનમાં લાંબો સમય સુધી કામગીરી કરવાનો બહોળો અનુભવ પણ એમની પાસે છે. શહેર ભાજપના પ્રમુખનું નામ આજે બપોરે 3 વાગ્યા બાદ સતાવાર રીતે જાહેર કરવામાં આવશે. જો કે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં રીપીટ થીયરી ચલાવીને ફરી એક વખત ડો.વિમલભાઇ કગથરાને પ્રમુખ પદ અપાય એવી પ્રબળ શકયતાઓ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની પ્રણાલી મુજબ જયાં સુધી નામની જાહેરાત ન થઇ જાય ત્યાં સુધી કંઇ પણ સતાવાર કહી શકાય નહીં.
આજે ગુજરાતભરના જુદા-જુદા જિલ્લાના પ્રમુખોના નામની જાહેરાત સવારથી શ થઇ હતી, દરેક જિલ્લાને અલગ-અલગ સમય આપવામાં આવ્યો હતો અને ત્યાં સાંસદો પહોંચ્યા હતાં, એ રીતે જામનગર શહેર-જિલ્લાના પ્રમુખ પદના નામની જાહેરાત કરવા માટે બાબુભાઇ જેબલીયાને જવાબદારી સોંપવામાં આવી હતી, તે અનુસાર આજે બપોરે 1 વાગ્યે અહીંના જિલ્લા ભાજપ કાયર્લિય ખાતે તેઓ આવ્યા હતાં અને એમની સાથે હસમુખભાઇ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતાં, પૂર્વ પ્રમુખ સહિતના વરિષ્ઠ આગેવાનોની હાજરી રહી હતી, ત્યારબાદ મેન્ડેટ દ્વારા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખના નામની સતાવાર જાહેરાત કરવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ભાજપ દ્વારા જિલ્લાના સુકાની તરીકે જિલ્લાની કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અને લાંબા સમય સુધી સંગઠનમાં કામગીરી કરી ચૂકેલા આગેવાનની પસંદગી કરવામાં આવશે.
દરમ્યાનમાં શહેર ભાજપ પ્રમુખ પદના નામને લઇને ભારે ઉત્તેજના છે, કારણ કે આ પદને લઇને ઘણા સમયથી સસ્પેન્સ સર્જાયેલું છે, જિલ્લામાં તો રમેશભાઇ મુંગરાએ પોતે ફરી પ્રમુખ નહીં બનવાની પોતાની ઇચ્છા દશર્વિી દીધી હતી ત્યારથી એ વાત નકકી હતી કે, જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નવો ચહેરો આવશે, પરંતુ શહેરમાં વર્તમાન પ્રમુખ વિમલભાઇ કગથરા સહિત અન્ય દાવેદારો પણ હોવાથી એવી ઉત્તેજના હતી કે, શું અહીં રીપીટ થશે કે નવું નામ આવશે ?
આજે બપોરે 3 વાગ્યા બાદ તમામ શકયતાઓ, અનુમાનો પર પુર્ણવિરામ મુકાઇ જશે. બાબુભાઇ જેબલીયા દ્વારા શહેર પ્રમુખના નામની સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે, સુત્રોમાંથી મળતા અહેવાલો મુજબ શહેર પ્રમુખ પદ માટે ફરી એક વખત ડો.વિમલભાઇ કગથરાને રીપીટ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે, જો કે ભાજપમાં શું થશે એ નિશ્ર્ચિતપે કહી શકાય એમ ન હોવાથી અન્ય નામની પણ પુરી શકયતા રહે છે. જોઇએ બાબુભાઇના પટારામાંથી શું નિકળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMદ્વારકા જિલ્લાના બજાણા ગામે વીજ પોલ ધરાશાઈ થતા બની ગંભીર ઘટના..
May 13, 2025 06:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech