જામનગર શહેરમાં ઠંડીનો ચમકારો: તાપમાન ૧૭.૫

  • November 08, 2025 06:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરમાં હવે ઠંડીનો ચમકારો શરૂ થઇ ચૂકયો છે, એક જ દિવસમાં લઘુતમ તાપમાન ૨ ડીગ્રી ગગળી ગયું છે, વ્હેલી સવારના ૫ વાગ્યાથી ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠંડીનો માહોલ છે ત્યારે લઘુતમ તાપમાન ૧૭.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે, હજુ પણ બપોરના ૧૨ થી ૫ દરમ્યાન ગરમીનો ચમકારો જોવા મળે છે. 


કલેકટર કચેરીના ક્ધટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૭.૫ ડીગ્રી મહત્તમ તાપમાન ૩૨ ડીગ્રી, હવામાં ભેજ ૬૬ ટકા, પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે. જો કે મોટાભાગના ચેકડેમો ભરાઇ ગયા છે, જેને કારણે પીવાના પાણીની કે ખેતીમાં અપાતા પાણીને કોઇ મુશ્કેલી નહીં પડે. 


બે દિવસ પહેલા જામનગર શહેર અને આજુબાજુના ગામડાઓ તેમજ હાઇવે ઉપર ઝાકળનો માહોલ જોવા મળ્યો હતો જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતાં, જો કે હવામાન ખાતાએ તા.૧૦ બાદ સમગ્ર ગુજરાતમાં ઠંડી શરૂ થશે તેવું જણાવ્યું છે. 


મિશ્ર ઋતુનું આગમન થયું છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસવું જેવા દર્દો વધી રહ્યા છે. સવારે ઠંડી, બપોરે ગરમી, રાત્રે પાછી ઠંડી આવા વાતાવરણથી લોકો પણ કંટાળી ગયા છે. કપાસમાં નુકશાનીનો માર ખેડુતો સહન કરી શકશે નહીં, તાત્કાલીક અસરથી સરકારે જે-જે ખેડુતોને નુકશાનીનો સામનો કરવો પડયો છે તેવા ખેડુતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application