ચૂંટણી પૂર્વે કલેકટર તંત્ર સજ્જ; બે પ્રકારના કયુઆર કોડ જાહેર

  • April 23, 2026 07:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણી તારીખ ૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાવવા જઈ રહી છે. જેમાં રાજકોટ શહેરના ૯.૮૫ જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ત્યારે દરેક મતદારે ૪ મત આપી છેલ્લ ે રજીસ્ટર બટન દબાવવાનું રહેશે. એ સિવાય દરેક મતદાર પોતાના મતદાન મક સુધી સરળતાી પહોંચી શકે તેમજ મતદાન બૂ સંબંધિત જરૂરી તમામ વિગતો મતદાન પહેલા જ મેળવી શકે તે માટે બે અલગ અલગ પ્રકારના ક્યુ.આર કોડને રાજકોટ જિલ્લ ા કલેકટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. 
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં કુલ ૧૮ વોર્ડ માટે ચૂંટણી લડી રહેલા ૨૩૬ ઉમેદવારો માટે ૨૬ એપ્રિલના રોજ શહેરીજનો દ્વારા મતદાન કરવામાં આવશે. આ તકે રાજકોટ કલેકટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જરૂરી માહિતી આપવામાં આવી છે જે મુજબ, આ ચૂંટણીમાં ૧૦૧૪ મતદાન મકો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ૮૯૪૮ પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે. મતદાન માટે ૧૧૬૩ કંટ્રોલ યુનિટ અને ૨૩૨૬ બેલેટ યુનિટ ઉપયોગમાં લેવામાં આવશે. મનપાની ચૂંટણી માટે વર્ગ ૧ના ૬ ચૂંટણી અધિકારીઓ અને વર્ગ ૨ના ૬ મદદની ચૂંટણી અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ શહેરમાં ૫૦૬ જેટલા સંવેદનશીલ મતદાન મકો જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ૪૨૫ જેટલા સરકારી વાહનોને ઉપયોગમાં લેવામાં આવશે. રાજકોટ મનપામાં ૧૫૧ સર્વિસ વોટર્સ છે અને ૧૪૮૦ ચૂંટણી કર્મચારીઓ છે જેઓ પોસ્ટલ બેલેટ વડે મતદાન કરશે. મતદારોને તકલીફ ન પડે તે માટે દરેક મતદાન મક ઉપર તેમના આર.ઓ.ને પીવાનું પાણી, રેમ્પ, મેડિકલ ટીમ, છાંયડો સહિતની જરૂરી તમામ વ્યવસઓ ઊભી કરવા સૂચના આપવામાં આવી છે...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application