મુહૂર્તમાં પ્રતિ એક મણના ભાવ ૮,૨૫૦ બોલાયા, ખેડૂતને ફુલહાર કરી સન્માવાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલ જિલ્લાની મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં આજે નવા જીરાની આવકનો પ્રારંભ થયો હતો જીરુ પાકના શ્રી ગણેશ ના પ્રથમ દિવસે પ્રતિ એક મણના ભાવ ૮,૨૫૦ માં ખરીદી કરવામાં આવતા ખેડૂતોમાં ખુશી અને વેપારીઓમાં નવી આવકથી ઉત્સાહ જોવા મળ્યો હતો
ખંભાળિયા જામનગર હાઇવે પર આવેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુખ્ય ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની ખેતપેદાશ વેચવા આવી રહ્યા છે ત્યારે આ ધમધમથી યાર્ડમાં આજરોજ જીરુ પાકના શ્રી ગણેશ થયા હતા ધાણા,જીરૂ સહિતના નવા પાકના આવકથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ખંભાળિયા યાર્ડમાં કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામના ખેડૂત સામરાભાઈ મુલાભાઈ પોતાના નવા પાક જીરુંનું વેચાણ અર્થે આવતા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડના ક્લાર્ક સામતભાઈ ગઢવી દ્વારા હરાજી બોલાવામાં આવી હતી જેમાં જીરુંની સીઝન ની નવી આવકના શ્રી ગણેશ માં પ્રથમ દિવસે પ્રતિ મણના ૮૨૫૦ ના ભાવે શિવ ટ્રેડિંગ પેઢી દ્વારા ખરીદી કરવામાં આવી હતી નવી આવકના પ્રથમ દિવસે જ બોણીમાં સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ભાવેશ જોગલ સહિત યાર્ડના કર્મીઓ અને વેપારીઓ અને કમિશન એજન્ટો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીરું લઈ આવેલ ખેડૂતને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું નવા પાકના આવકથી વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વખતે જીરુ પાકનું ૧,૦૯,૮૬૦ હેક્ટર જીરૂનો વાવેતર થયેલ છે ત્યારે જો જીરૂના પાકના વાવેતરને નુકસાન નહીં થશે તો મોટા પ્રમાણમાં ખેડૂતોને ફાયદો થશે અને જીરું પાક ની આવક આગામી દિવસોમાં ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationRBI એ એક્સિસ, ICICI સહિત 5 બેંકો સામે કાર્યવાહી કરી, ભરવો પડશે લાખોનો દંડ
May 04, 2025 11:16 AMમોદી મારા માસીનો દીકરો નથી કે શાંત થઈ જાય, હું તો ઇંગ્લેન્ડ ભાગી જઈશ : પાકિસ્તાની સાંસદ
May 04, 2025 10:50 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech