બીજા માળેથી પટકાઈ પડેલી બે વર્ષની ઇજાગ્રસ્ત બાળકીને ત્વરિત સારવાર માટે પહોંચાડવા ટ્રાફિક જીપની મદદ લેવાઇ
જામનગરના સમર્પણ સર્કલ પાસે બે વર્ષની ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે પહોંચાડવા માટે એમ્બ્યુલન્સની રાહ જોઈને ઉભી રહેલી મહિલાને તાત્કાલિક શહેરની ટ્રાફિકની જીપમાં બેસાડી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સમયસર સારવાર આપવામાં મદદ કરી હતી.
જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં ગ્રીનવિલા સોસાયટીમાં રહેતી દિપાલી અલ્પેશભાઈ જીલીયા નામની બે વર્ષની બાળકી કે જે પોતાના ઘેર પ્રથમ માળે થી પટકાઈ પડી હતી, અને તેણી ઇજાગ્રસ્ત બની હોવાથી બાળકીને તેની માતા તાત્કાલિક નાઘેડીથી સારવાર માટે રિક્ષામાં બેસીને સમર્પણ સર્કલ પાસે ઉતરી હતી.
જ્યાં ૧૦૮ ની એંબ્યુલન્સ આવી રહી છે, તેમ જણાવતાં તેણી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર મેળવવા માટે રાહ જોઈને ઉભી હતી.
દરમિયાન ત્યાં હાજર રહેલી જામનગર શહેરની ટ્રાફિક શાખાની ટીમનું ધ્યાન પડતાં ટ્રાફિક શાખાના પીએસઆઇ આર.એલ. કંડોરીયા, તેમજ સ્ટાફના મનોહરસિંહ ઝાલા પાયલોટ વિજયભાઈ ચૌહાણ વગેરે તુરતજ ઈજાગ્રસ્ત બાળકી ને તેની માતાને પોલીસની સરકારી ટ્રાફિક જીપમાં બેસાડ્યા હતા, અને તાત્કાલિક અસરથી જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
જ્યાં બાળકીનો કેસ કઢાવીને ટ્રોમા સેન્ટરમાં સારવાર માટેની મદદ કરી હતી, અને બાળકીને સમયસર સારવાર પણ મળી ગઈ હતી. જેથી ટ્રાફિક શાખા ની ટીમનો ઇજાગ્રસ્ત બાળકીની માતાએ આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech