છેલ્લા ત્રણ માસથી ખરાબ નજરે જોઇ બિભત્સ ઇશારાઓ કયર્િ : ફરીયાદીના પતિને પણ ઝાપટો ઝીંકી : મામલો પોલીસમાં પહોચતા ભારે ચકચાર
જામનગર તાલુકાના જામવંથલી ગામમાં રહેતી મહિલાની સામે બિભત્સ ઇશારા કરી હેરાન-પરેશાન કરતો હોવાની ગામમાં રહેતા એક શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે, ફરીયાદ અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવા તપાસ લંબાવી છે.
મળતી વિગત મુજબ જામવંથલી ગામમાં રહેતી 50 વર્ષની મહિલાએ પંચ-એમાં ગઇકાલે જામવંથલીમાં રહેતા રાજેશ ભુરા પરમાર નામના શખ્સ સામે બીએનએસ કલમ 78, 115(2), 352 મુજબ ફરીયાદ નોંધાવી છે જેમા જણાવ્યુ છે કે આશરે છેલ્લા ત્રણ ચાર માસથી ફરીયાદીને તેના ગામમાં ભરાતી મંગળવારીમાં તેમજ તેના ગામની બજારમાં આરોપી પાછળ આવી તેણીને ખરાબ નજરે જોઇ બિભત્સ ઇશારા કરી હેરાન-પરેશાન કરતો હતો.
ઉપરાંત ગત તા. 2-10-24ના રોજ આરોપી રાજેશે તેમના ગામની પંચાયતની ગ્રામ સભામાં ફરીયાદી મહિલાના પતિને પણ જેમ તેમ ગાળો બોલી તેમને ઝાપટો મારી ઝઘડો કરી ગુનો કર્યો હતો આ ફરીયાદના આધારે પંચકોશી-એ ડીવીઝનના પીએસઆઇ એચ.વી. ગોહિલ તપાસ ચલાવી રહયા છે, મહિલા દ્વારા ફરીયાદ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકાયદાના અમલદારો જજ કે જલ્લાદ ન બને: ફેક એન્કાઉન્ટર પર હાઇકોર્ટે લગાવી ફટકાર
May 23, 2025 03:04 PMભારતથી કોઈ બોમ્બ કે લોકો આવતા નથી, હુમલાખોરો આપણા જ છે: પાકિસ્તાની સાંસદ
May 23, 2025 02:58 PMભારતીય સાંસદોની ફ્લાઈટ લેન્ડ થયા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
May 23, 2025 02:45 PMપીવાના પાણીની અછતને પહોંચી વળવા 74 ડેમમાં પાણીનો જથ્થો આરક્ષિત રખાયો
May 23, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech