લગ્ન ભંગાણ થતા યુવક સાથે લીવ ઈન કરાર કરી ને સાથે રહેતી હતી
જામનગરમાં એક યુવક સાથે લીવ ઇન રિલેશનશિપ ના કરાર થી રહેતી યુવતી પાસે થી કોરા ચેક અને મોબાઈલ ફોન સાથે નું પર્ષ ઝૂંટવી લઈ તેને કાઢી મુકવામાં આવી હતી અને હવે પરત આવીશ કે મારી સાથે સંબંધ રાખીશ તો તને અને તારા પુત્ર ને જાન થી મારી નાખી તેવી ધમકી આપી હતી. આ બનાવા અંગે યુવતી એ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે.
જામનગર માં રામેશ્વર નગર મધુવન પાર્ક માં રહેતા જીતેન્દ્રભાઈ ચંદ્રપાલ ની પુત્રી હિરલ (૨૩ ) એ શહેર ના ભિમવાસ માં રહેતા સુનિલ ઉર્ફે ધમો વિપુલભાઈ ધવલ સાથે દોઢ વર્ષ પહેલાં રિલેશનશિપ કરાર કર્યા હતા. અને તેની સાથે રહેતી હતી. આ પછી બંને વચ્ચે ઝઘડો થતાં સાત માસ પહેલા હિરલ પોતાના માતા પિતાને ત્યાં જતી રહી હતી. આ સમયે તેના હાથ માં રહેલા પર્સ જેમાં બે કોરા ચેક તથા એક મોબાઇલ ફોન હતો તે પર્સ ને સુનિલ ધવલે ઝૂંટવી લીધું હતું. અને એવી ધમકી આપી હતી કે હવે જો તું મારા ઘરે પરત આવીશ અથવા તો મારી સાથે સંબંધ રાખે તો તને અને તારા પુત્રને મારી નાખવામાં આવશે.
આ પછી સુનિલભાઈ ઉર્ફે ધમાં એ હિરલબેન પાસે થી ઝૂંટવી લીધેલા બે ચેક માંથી એક ચેક મા રૂ.૨ લાખ ૩૦ હજાર ની રકમ ભરી હતી અને બેંકમાં જમા કરી તે ચેક પરત ફરતાં હિરલબેન ને ચેક પરત ફરવા અંગે ની નોટિસ પણ આપી હતી.
હિરલ ચંદ્રપાલ ના લગ્ન વર્ષ ૨૦૧૯ માં કલ્પેશ વજુભાઈ સોલંકી સાથે રહ્યા હતા એ લગ્નજીવન દરમિયાન તેમને પુત્રમાં સંતાન પ્રાપ્ત થયું હતું આ પછી બંને વચ્ચે ઝઘડો થતાં હિરલબેન પોતાના પુત્ર પ્રિન્સ ને લઈને માતા-પિતાના ઘરે ચાલ્યા ગયા હતા. અને દોઢેક વર્ષ પહેલા સુનીલ ધવલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ થતા બંને એ લીવ ઇન રિલેશનશિપ ના કરાર કર્યા હતા અને સાથે રહેતા હતા. પરંતુ સાત મહિના પહેલા હિરલબેન અને સુનિલ વચ્ચે પણ ઝઘડો થતા બંને છૂટા પડ્યા હતા.જે અંગે ની આજે પોલીસ મા ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબાબરા : પવનચક્કીમાં એકાએક બ્લાસ્ટ થયા બાદ સળગી ઉઠી, લોકોમાં નાસભાગ
May 16, 2025 05:09 PMરાજકોટ : પુરવઠા વિભાગ દ્વારા EKYC મુદે આકરા વલણને લઈને વિરોધ
May 16, 2025 04:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech