ભાણવડ નજીક અકસ્માત સર્જીને બઘડાટી બોલાવતા ચાર સામે ફરિયાદ

  • November 25, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડમાં ઘુમલી રોડ પર રહેતા પ્રફુલભાઈ નાથાભાઈ પોપલીયા નામના 47 વર્ષના સતવારા યુવાન તેમની સાથે તેમના પરિવારના રાધિકાબેનને લઈને તેમના જી.જે. 10 એલ. 8063 નંબરના બુલેટ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 03 ડી.એન. 7102 નંબરની ફોક્સવેગન વેન્ટો મોટરકારના ચાલક દ્વારા ફરિયાદી પ્રફુલભાઈના બુલેટ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જેથી બુલેટ પર જઈ રહેલા પ્રફુલભાઈ તથા રાધિકાબેનને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

આ પછી કારના ચાલક નિલેશ દેવાભાઈ કદાવલા (ઉ.વ. 27, રહે. એસ.ટી. રોડ - જામનગર) તેમજ તેની સાથે જઈ રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રફુલભાઈ સાથે ઝઘડો કરી અને તેમને બેફામ માર માર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે કાર ચાલક નિલેશભાઈ કદાવલા સહિત તમામ ચાર શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


દ્વારકા, સલાયામાં સાત જુગારીઓ ઝડપાયા

દ્વારકા તાલુકાના વરવાળા ગામેથી મોહન જીણાભાઈ ગોહેલ, સોમા ધાંધાભાઈ ચાનપા, પાલા વિરમભાઈ ચાસીયા અને હુસેન તારમામદભાઈ જીવાણીને ગંજીપાના વડે જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

સલાયા મરીન પોલીસે બંદર રોડ પરથી આમદ મામદ ભાયા, ફિરોજ હારુન ભાયા અને દાઉદ અબ્બાસ ભાયાને તીનપતિ નામનો જુગાર રમતા ઝડપી લઈ, ગુનો નોંધ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application