ખંભાળિયામાં વિપ્ર પરિણીતાને ત્રાસ આપતા સાસરિયાંઓ સામે ફરિયાદ

  • December 11, 2024 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતી અને મનસુખભાઈ દયારામભાઈ ઠાકરની 30 વર્ષની પરિણીત પુત્રી આરતીબેન કારાભાઈ જોશીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ કારાભાઈ ખીમાભાઈ જોશી, સાસુ મણીબેન તેમજ કિશોરભાઈ ખીમાભાઈ જોશી દ્વારા શારીરિક તથા માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતા આ અંગે ઓખા મરીન પોલીસ મથકમાં તમામ ત્રણ સાસરીયાઓ સામે સ્ત્રી અત્યાચારની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.


મીઠાપુરમાં પાંચ જુગારીઓ ઝડપાયા

મીઠાપુર નજીકના ભીમરાણા ગામેથી પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ગગુ મેપાભાઈ, દેવા ભોજાભાઈ, આલા સીદાભાઈ, બોદા દેવાભાઈ અને માણસી રામાભાઈ નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 10,870 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ખંભાળિયામાં નવચેતન સ્કૂલની પાછળના વિસ્તારમાં રહેતા સંજય ઉદાભાઈ બાંભણિયા નામના 35 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ સહિત કુલ રૂપિયા 36,600 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ, જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application