ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બેસિક એન્ડ એપ્લાઇડ ફીજીયોલોજીનું આયોજન: જો કે હાર્ટ એટેકનો સ્પષ્ટ જવાબ મળ્યો નહીં...!: અમેરિકામાં અપાયેલી વેકસીનમાં હ્યદયરોગના હુમલાનું જોખમ સામાન્ય કરતા વધુ રહે છે, ભારતમાં એ વેકસીન અપાઇ નથી: અહીં અપાયેલ વેકસીનમાં વધારાના જોખમ અંગે કોઇ નિષ્કર્ષ નીકળ્યો નથી: ગુજરાત ઉપરાંત દેશભરમાંથી 250 જેટલા નિષ્ણાંત ડોકટરો ઉપસ્થિત રહ્યા...
સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત દ્વારકા ખાતે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન બેસિક એન્ડ એપ્લાઇડ ફીજીયોલોજી યોજાઇ હતી, જેમાં ખ્યાતનામ તબીબોએ હાજરી આપી હતી, હોટલ લેમન ટ્રી ખાતે બે દિવસ ચાલેલી આ કોન્ફરન્સમાં યુવાનોમાં હ્યદયરોગના હુમલાના વધી રહેલા બનાવ અને વેકસીન અંગે પણ પ્રશ્ર્નોતરી સાથે નિષ્ણાંત તબીબો દ્વારા જવાબ આપવામાં આવ્યા હતા, કાર્ડીયાએરેસ્ટ અને વેકસીન સંબંધિત જવાબમાં નિષ્ણાંત તબીબે કહ્યું હતું કે, અમેરિકામાં અપાયલી વેકસીનમાં હ્યદયને નુકશાન પહોંચ્યાનું તારણ નીકળ્યું છે, પરંતુ ભારતમાં કોરોનાની અપાયેલી વેકસીનથી હ્યદયને કોઇ નુકશાન છે કે કેમ ? તેનો કોઇ ડેટા ઉપલબ્ધ નથી, આ કોન્ફરન્સમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ પણ હાજરી આપી હતી, આ મોટી કોન્ફરન્સમાં યુવાવયે આવી રહેલા હૃદયરોગના હુમલા અને કોરોનાની અપાયેલી વેકસીન અંગે જો કે કોઇ સ્પષ્ટ જવાબ મળ્યા નથી અને નિષ્ણાંતોએ અહીં પણ ગોળગોળ વાતો કરી હોય એવું તારણ નિકળે છે.
સૌરાષ્ટ્રમાં પ્રથમ એવી વિશ્ર્વ કક્ષાની આંતર રાષ્ટ્રીય તબીબી કોન્ફરન્સ દ્વારકા ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ખાસ હાજરી આપી હતી. આ તકે ઉદઘાટન સમારોહમાં ડો. જયેન્દ્ર સિંહ જાડેજા, એચઓડી-સાલ મેડીકલ કૉલેજ, ડો. સંજય કુમાર સિક્કીમ મણીપાલ, ડો. નીતા મહેતા, એચઓડી બી.જે. મેડિકલ કૉલેજ, ડો. આર. ડી. જાની-જામનગર, ડો. યોગેશ કાચા-એચઓડી જીએમસી, ડુંગરપુર, ડો. રાધેશ્યામ ત્રિવેદી સુપ્રિ .પીડીયુ મેડિકલ કોલેજ-રાજકોટ, ડો. સુશીલ કુમાર, ડીન-પોરબંદર મેડીકલ કોલેજ વિગેરે હાજર રહ્યા હતા.
આ કોન્ફરન્સમાં પ્રથમ દિવસે પ્રસિધ્ધ વૈજ્ઞાનિક ડો. રિચાર્ડ મિલીસનું હ્યુમન બ્રેઈન ઊપરના મહ્ત્વના સંશોધન “ક્વોન્ટીટાટીવ ઇઇજી“ વિષે વકતવ્ય યોજાયું હતું. તેમજ બીજા 27 ઓરીજીનલ શંસોધન પત્રો રજૂ થયા હતા. તેમજ તબીબી ક્ષેત્રે શંસોધનો કઈ રીતે કરવા...? તેંની પધ્ધતિઓ શું શું છે...? એ વિષે “ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ” આઇઆઇપીએચના વૈજ્ઞાનિક ડો. અપૂર્વ કુમાર પંડ્યાનું નિષ્ણાત વકતવ્ય યોજાયું હતું.
આ કોન્ફરન્સના બીજા દિવસે તા. 22 ડીસેમ્બરના રોજ ચેન્નાઈ ખાતે પ્રસિદ્ધ સિમ્સ હોસ્પિલમાં મગજના ઓપરેશન દરમ્યાન અતિ આધુનિક “ઇન્ટ્રા ઓપેરેટિવ ન્યુરો ફિઝીઓલોજી મોનીટરીંગ” કરતાં ડો. નિશાંત સંપતનું મહત્વનું વૈજ્ઞાનિક વકતવ્ય યોજાયું હતું. જેમાં આ અતિ આધુનિક પદ્ધતિ દ્વારા મગજના ઓપરેશન દરમ્યાન કઈ રીતે મગજના નાજુક ભાગોને નુકસાનથી બચાવી શકાય છે...? એની વિગત વાર છણાવટ કરવામાં આવી હતી. જેના દ્વારા ભાગ લેનાર તમામ ફિઝીયોલોજીના નિષ્ણાંત તબીબોને આધુનિક જ્ઞાન વિષેની જાણકારી જાણકારી મળી હતી.
તાજેતરમાં પ્રમાણમાં યુવા વયે અનેક લોકોના હ્યદયરોગના હુમલાઓથી મૃત્યુ કેમ થઈ રહ્યા છે...? તેનાં કારણો અને ઉપાયો વિષે ખુબજ મહત્વનું માર્ગદર્શન અમદાવાદના પ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ ડો. ધૃવકુમારસિંહ જાડેજા દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં કોઈને કોરોના માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તો સાત ગણું વધારે જોખમ હોવાનું જણાવ્યું હતું. કોરોનાની વેક્સીન લીધી હોય તો એકાએક હ્યદય રોગના હુમલાનું વધૂ જોખમ છે કે કેમ...? એવા પ્રશ્ર્નનો જવાબ આપતા ડો. ધ્રુવકુમારસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમેરિકામાં થયેલ સંશોધન મૂજબ એમઆરએનએ આધારિત મોર્ડરેના તેમજ ફાઇઝર કંપનીઓની વેક્સિન લીધી હોય તો હ્યદય રોગ હુમલાનું જૉખમ સામાન્ય કરતાં વધું રહે છે. જૉ કે, આપણા દેશમાં આવી વેક્સિન આપાયેલ નથી. આપણા દેશમાં અપાયેલ વેક્સીનમાં કોઇ વધારાનું જૉખમ હતું કે નહિ...? તેનો કોઇ ડાટા સામે આવેલ નથી.
સમયસર હ્યદયની યોગ્ય તપાસ કરાવી લેવી અને હ્યદય રોગના હુમલાથી બચવાના ઉપાયો સમયસર કરવા, નિયમિત, હેલ્ધી લાઈફ સ્ટાઇલ રાખવી તેમજ યોગ્ય દવાઓ સમયસર અને નિયમિત લેવી, તાત્કાલિક સારવાર માટે તમામ નાગરીકોને સીપીઆરની તાલીમ આપવી, એકાએક હ્યદય રોગના હુમલાથી બચાવના ઉપાયો છે, ડો. કિશન કુદૂરનું આધુનીક શૈક્ષણિક પધ્ધતિઓ વિષે વકતવ્ય યોજાયું હતું.
જ્યારે બીજા દિવસે કુલ 18 ઓરીજીનલ સંશોધન પત્રો રજૂ થયા હતા. બંને દીવસના રજૂ થયેલ કુલ 45 શંસોધન પત્રોમાંથી કુલ 12 જેટલા સંશોધન પત્રોને “નિષ્ણાંત જજીસ પેનલ” દ્વારા પસંદ કરીને ઇનામો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના અંતે “સોસાયટી ઓફ બેઝિક એન્ડ એપ્લાયડ ફિજીયોલોજી” ના પ્રમૂખ દ્વારા ગૂજરાત, રાજસ્થાન અને નોર્થ ઈસ્ટ ભારતની શાખાઓની સ્થાપનાની જાહેરાત આવી હતી. જેમાં ગુજરાત શાખાના પ્રમૂખ તરીકે બી. જે. મેડિકલ કોલેજના પ્રોફેસર ડો. નીતા મહેતાના નામની જાહેરાત કરી હતી. તેમજ નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના મુખ્ય સંયોજક તરીકે ગંગટોક ખાતેની સિક્કિમ મણીપાલ યુનિ. ના પ્રોફેસર ડો. સંજયકુમારની જાહેરાત કરી હતી, તેમજ રાજસ્થાન શાખાના સંયોજક તરીકે ડો. અમિતાભ દુબે, અને ડો. શશીકાંત અગ્રવાલની જાહેરાત કરવામાં આવી હતી.
આ કોન્ફરન્સમાં ટૂંકા વૈજ્ઞાનિક વકતવ્યો ડો. સંજયકુમાર-સિક્કિમ મણીપાલ યુનિ., ડો. સત્રૂપા દાસ, ડો. નેહા પરિહાર (એઇમ્સ, દિલ્હી) અને ડો. સિમંતીની રાઓ ( સાલ મેડિકલ કોલેજ, અમદાવાદ) દ્વારા રજૂ કરવામાં આવેલ હતા.
આ કોન્ફરન્સના અયોજનમાં ચેરપસૅન ડો. જયેન્દ્રસિંહ જાડેજા, (એચઓડી-સાલ મેડિકલ કોલેજ) વાઇસ ચેરપર્સન ડો. નીતા મહેતા, (એચઓડી-બી. જે. મેડિકલ કોલેજ), ડો. સંજયકુમાર - સિક્કિમ મણીપાલ યુનિ., ડો. રાજુલા ત્યાગી-સાલ મેડિકલ કોલેજ, ડો. સિમંતિની રાઓ-સાલ મેડિકલ કોલેજ, ડો. રોશની સુથાર-સાલ મેડિકલ કોલેજ, ડો. મિલાપ સોલંકી-સાલ મેડિકલ કોલેજ ઉપરાંત ભારતના ખૂણે-ખૂણેથી પધારેલ 250 જેટલા તબીબી વૈજ્ઞાનિકો, પ્રોફેસરો, પી.જી. સ્ટુડન્ટ્સ, પીએચડી સ્ટુડન્ટસ અને પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. આ અયોજનમાં પથુભા જાડેજાએ કો-ઓર્ડીનેટર તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech