ભાવનગરમાં ટ્રક માલિક સાથે તેના જ જુના ડ્રાઇવરે રજા ઉપર જવાનું નાટક કરી, કામચલાઉ ડ્રાઇવર સહિત ત્રણેય શખ્સોએ ટ્રકમાં ભરેલ ૧૫૩૦ કિલો કોપરની ચોરી કરી, રૂપિયા ૧૨ લાખની છેતરપિંડી આચરતા ટ્રક માલિકે ત્રણેય શખ્સો વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
શહેરમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા પાર્થભાઇ અભિષેકભાઈ ત્રિવેદીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો કાયમી ડ્રાઇવર બિહારનો રહેવાસી દિપકકુમાર સમજય મહતો રજા ઉપર ઉતરી ગયો હતો અને તેના કહેવાથી પાર્થભાઈએ રાકેશ રમેશરાયને કામચલાઉ ડ્રાઇવર તરીકે રાખવામાં આવ્યો હતો. જે બાદ પાર્થભાઈનો ટ્રક મુંદ્રાથી મામસા ખાતે ક્યુટેક કંપનીમાં કોપર પહોંચાડવાનું હોય જેને લઈને ટ્રકમાં ૧૯ ટન ૪૦૦ કિલો કોપર ભરી મામસા ખાતે મોકલાવ્યું હતું જે ટ્રકમાં રહેલ કામચલાઉ ડ્રાઈવર રાકેશ રમેશરાય ટ્રક લઈને મામસા આવવા નિકળેલ અને ક્યુટેક કંપની ખાતે ટ્રકનો વજન કરાવતા ૧૫૩૦ કિલો કોપરની ઘટ આવતા પાર્થભાઈએ તપાસ કરી હતી. અને જે બાદ વરતેજ પોલીસમાં એક અરજી આપેલ જે આધારે વરતેજ પોલીસે તપાસ હાથ ધરતાં ટ્રક માલિકના જુના ડ્રાઇવર દિપકકુમારનું ષડયંત્ર બહાર આવ્યું હતું અને દિપકકુમારે રાકેશ રમેશરાય તેમજ એક હોટલમાં રહેતો નીશાનસિંગ ઉર્ફે ભેજો પ્રતાપસિંગ સાથે મળી ટ્રકને એક હોટલ પર ઉભો રાખી, ટ્રકના સીલ તોડી ટ્રકમાંથી ૧૫૩૦ કિલો કોપર, કિ.રૂા.૧૨ લાખ રૂપિયાની ચોરી કરી, છેતરપિંડી આચર્યુ હતું. ત્રણેય વિરૂદ્ધ પાર્થભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે વરતેજ પોલીસે તપાસ હાથ ઘરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech