ગઇકાલે વિવિધ વોર્ડમાં 12425 કિલો જંતુનાશક દવાનો છંટકાવ: તાવનાં 17 કેસ, શરદી ઉધરસનાં 83 કેસ જોવા મળ્યા જયારે ચામડીનાં 188 કેસમાં સારવાર, 46707 પાણીનાં પાત્રોની ચકાસણી, અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ ચાલુ કરાવી
જામનગરમાં મહાપાલિકા દ્વારા છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ બાદ શહેરને સ્વચ્છ બનાવવા અને રસ્તામાં પડેલા ખાડાઓને બુરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે વધારાનાં 63 કામદારોને કામે લગાડવામાં આવી રહ્યા છે ત્યારે ગઇકાલે વધુ 1000 ટન થઇ કુલ 3200 ટન ગાર્બેજનો નિકાલ કરવામાં આવ્યો છે ઉપરાંત 12425 કિલો જંતુનાશક દવાનો છંટકાવ અને 46707 પાણીનાં પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. વોર્ડ નં. 16નાં આંતરિક રસ્તાઓ પ્રોજેકટ પ્લાનીંગ અને સીવીલ શાખા દ્વારા વેટમીકસ મેકલીન મોરમ અને ગ્રીટ પાથરવામાં આવી રહી છે.
સમર્પણથી દિગ્જામ સર્કલ અને ખોડીયાર કોલોની, હવાઇચોકથી ખંભાળીયા ગેઇટ, આર્યસમાજ, ઓસવાળ હોસ્પિટલ, નાઘેડી બાયપાસથી સમર્પણ સર્કલ, વાલકેશ્ર્વરી નગરી અને આંતરિક રસ્તાઓ જોગસ પાર્ક અને વી માર્ટ પાસે પડેલા ખાડા વેટમીકસ પદ્ધતિથી બુરી દેવામાં આવ્યા છે. વોર્ડ નં. 16માં જડેશ્ર્વર ચોકડી પાસે 18 મીટર ડી.પી. રોડમાં મેટલીંગ કામ કરાયુ છે.
આ ઉપરાંત શહેરમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન અને સીવેઝ સેન્ટરને ભારે નુકશાન થયા બાદ ડી વોટરીંગ કરાયુ છે અને 1 સપ્ટેમ્બરથી સુએઝ ટ્રીટમેન્ટ પલાન કાર્યરત કરાયો છે. મ્યુ.કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોય, નરેશ પટેલ, હિતેશ પાઠક, મુકેશ વરણવા, રાજીવ જાની, કેતન કટેશીયા, સહિતનાં અધિકારીઓની ટીમ સતત પાંચ દિવસથી કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરમાં 12 આરોગ્ય કેન્દ્રમાંથી સામાન્ય ઝાળાનાં 28, શરદી ઉધરસનાં 83, અને સામાન્ય તાવનાં 17 કેસ મળી આવ્યા હતા. જયારે સ્પે. ઓપીડીમાં તાવનાં 37, શરદી ઉધરસનાં 87 અને ચામડી રોગનાં 188 કેસ મળી આવ્યા હતા. 265 ઘરોમાં કેસ કરતા 275 પાણીનાં પાત્રમાં મચ્છરોનાં કોરા મળી આવ્યા હતા. તળાવની પાળ, શંકરટેકરી પાણીનાં ટાંકા, પાછલા તળાવ, સાત રસ્તાથી ટાઉનહોલ, સત્યમ હોટલથી સત્યસાંઇ સ્કુલ પાસે સ્ટ્રીટ લાઇટ તેમજ ભુગર્ભ ગટરની અગત્યની કામગીરી પણ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech