ઓખા મંડળના બેટ દ્વારકા ખાતેના દરિયામાં અન્ય ફિશિંગ બોટના રજીસ્ટ્રેશન નંબર લગાવીને ફિશરીઝ વિભાગને ખોટી માહિતી આપીને અનઅધિકૃત રીતે ટોકન મેળવી, માછીમારી કરતા જુદા જુદા બે આસામીઓ સામે ગુનો નોંધાયો છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા મંજૂરભાઈ ઓસમાણભાઈ જીકર નારીયા નામના 44 વર્ષના માછીમાર શખ્સએ સુનિયોજિત રીતે કાવતરું રચીને અલ હયાતુલનબી નામની આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 490 નંબરની તેની માછીમારી બોટ તૂટી ગઈ હોવા છતાં તેણે માંગરોળ ખાતેથી એક નવી બોટ બનાવી અને તે બોટના આઈ.એન.ડી. જી.જે. 11 એમ.એમ. 2104 નામનું નંબર લખી અને આ પાટિયું લગાવીને ફિશરીઝ વિભાગ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી બોટની ખોટી માહિતી આપવામાં આવી હતી આમ, જી.જે. 11 એમ.એમ. 2104 રજીસ્ટ્રેશનની બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરી અને સરકારના દરિયામાં માછીમારી કરવા અંગેની મંજૂરી માટે અપાતા ઓનલાઈન ટોકનમાં ખોટી માહિતી ભરીને તે ટોકનનો ખરા તરીકે ઉપયોગ કરીને ઉપરોક્ત શખ્સ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જે અંગે બેટ દ્વારકા પોલીસ મથકમાં ઉપરોક્ત શખ્સ સામે આઈ.પી.સી. કલમ 465, 467, 468, 471 તથા 120-બી મુજબ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે.
આ જ રીતે અન્ય એક પ્રકરણમાં બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા હમીદ અદ્રેમાન મુસાભાઈ પાંજરી નામના 38 વર્ષના મુસ્લિમ ભડેલા માછીમાર શખ્સ દ્વારા પણ તેની "ખ્વાજા કા કરમ" માછીમારી બોટ ઉપરથી "સ્વીટ મદીના" રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 1555 ની ન હોવા છતાં પણ ઉપરોક્ત શખ્સએ માછીમારી બોટલ પર રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી. જી.જે. 37 એમ.એમ. 1555 નંબર લખી અને આ પાટિયું લગાવીને ફિશરીઝ વિભાગ સાથે ઠગાઈ કરવાના ઈરાદાથી ખોટી માહિતી આપીને ઉપરોક્ત નંબરની બોટ ન હોવા છતાં પણ ખોટા નામની બોટનો ઉપયોગ કરીને સરકારના દરિયામાં માછીમારી કરવા જવા અંગેની મંજૂરી આપતા ઓનલાઈન ટોકનમાં ખોટી માહિતી ભરીને આ ટોકનનો ખરા તરીકે ઉપયોગ કરી અને સતત આઠેક વર્ષ સુધી માછીમારી કરવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આ પ્રકરણમાં પણ પોલીસે આઈપીસી કલમ 465, 467, 468, 471 તથા 120-બી મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી બેટ દ્વારકાના ઈન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application225 મદરેસા, 30 મસ્જિદો, 25 દરગાહ અને 6 ઇદગાહ પર યોગી સરકારની કાર્યવાહી
May 15, 2025 10:28 AMસામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જન્મદિવસની થઈ ઉજવણી
May 15, 2025 10:17 AMમગનો ભાવ પ્રતિ ક્વિન્ટલ બજાર ભાવ કરતા રૂ. 1910 વધુ જાહેર કરતી સરકાર
May 15, 2025 10:13 AMમુકેશ અંબાણી અને ટ્રમ્પ આજે સાથે ડિનર લેશે
May 15, 2025 10:03 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech