જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા નારણભાઈ પુંજાભાઈ વસરા નામના ખેડૂતે પોતાની વાડીના શેઢે તેમ જ બાજુમાં જ આવેલી ખીમાભાઈ મેરામણભાઇ વસરા અને તેમના મોટાભાઈ દેવરખીભાઈ ની વાડીના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દેવા અંગેની ફરિયાદ લાલપુર પોલીસ મથકમા નોંધાવવામાં આવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખીમાભાઈ અને આરોપી નારણભાઈ વચ્ચે આજથી દોઢ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો, અને તેનું મન દુઃખ રાખીને આરોપી નારાયણભાઈ વસરાએ પોતાની વાડીના શેઢે તેમજ પાડોશી ભાઈઓની વાડીના શેઢે આવેલી કાંટાળી તારમાં ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જેના કારણે કોઈપણ મનુષ્ય અથવા પ્રાણીનું મૃત્યુ થઈ શકે છે, તેવી બેદરકારી દાખવી હતી. જેથી આ ફરિયાદ નોંધાવી હતી.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને લાલપુરના પોલી હેડ કોન્સ્ટેબલ એ. એમ. જાડેજાએ આરોપી નારણભાઈ પુંજાભાઈ વસરા સામે બી.એન.એસ.એક્ટ સને ૨૦૨૩ ની કલમ ૧૧૦ મુજબ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech