ભાણવડના વર્તું -2 નજીકના ભેનકવડ ગામમાં ગુરુવારે એક મગર ચડી આવ્યો હતો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા આ મગરને જોવા માટે લોકોના ટોળે-ટોળા એકઠા થયા હતા.
ગ્રામજનો દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગના ફોરેસ્ટર ખીમભાઈ ચાવડા અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર તુરંત આ સ્થળે દોડી ગયા હતા. અહીં રહેલા સાડા ત્રણેક ફૂટના આ આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્થળ પર હાજર લોકોને આ બાબતે માહિતગાર પણ કરાયા હતા. રેસ્ક્યુ બાદ આ મગરને તુરત બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો હતો.
આ મગર બચાવની કામગીરીમાં વન વિભાગના ખીમભાઈ ચાવડા, એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, મેરામણભાઈ, વિશાલ અને અક્ષય જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech