ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા ડી.વી. નગર પાસે રહેતા રેશમાબેન ઓસમાણભાઈ અબુભખર ગજણ નામના ૨૮ વર્ષના મુસ્લિમ વાઘેર મહિલાએ ગત તારીખ ૨૪ મીના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેણીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ફાતમાબેન મહમદ હનીફ સુંભણીયા દ્વારા સલાયા મરીન પોલીસને કરવામાં આવી છે.
***
વરવાળા નજીક બાઇકની ઠોકરે વૃદ્ધનું મૃત્યુ
દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતા હમીરભાઈ જેઠાભાઈ રોશિયા નામના ૬૫ વર્ષના વૃદ્ધ ગત તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ પોતાની સાયકલ પર બેસીને કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૩૭ એચ. ૪૯૬૭ નંબરના પેશન પ્રો મોટરસાયકલના ચાલકે હમીરભાઈ રોશિયાની સાયકલને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે તેઓ ફંગોળાઈ ગયા હતા અને તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર દેવાભાઈ હમીરભાઈ રોશિયા (ઉ.વ. ૩૦) ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે પેશન પ્રો મોટરસાયકલના ચાલક સામે આઈપીસી કલમ ૨૭૯ ૩૦૪ (અ) તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.વી. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.
***
સલાયામાં બે પત્નીઓએ પારિવારિક કારણોસર દવા પીધી: એકનું મૃત્યુ: એક સારવાર હેઠળ
જાણવા મળતી વિગત મુજબ ઓસમાણ અબુ ભખર ગજણ જાતે મુસ્લિમ વાઘેર (ઉ.વ. ર૮) રહેવાસી ડી.વી. નગર સલાયાની પત્ની રેશ્માબેન તથા બીજા પત્ની ગુલશન એ પારિવારિક ઝઘડાના કારણે ઝેરી દવા પીધી હતી. જે બાદ રેશ્માબેનનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજી પત્ની ગુલશન સારવાર હેઠળ જામનગર જી.જી. હોસ્પિટલમાં હોવાનું જાણવા મળેલ છે. આ બંને સલાયાના રહેવાસી ઓસમાણ અબુભખર ગજણની પત્ની હોવાનું જાણવા મળી રહેલ છે. હાલ આ સમગ્ર મામલે સલાયા મરીન પોલીસના હરપાલસિંહ તપાસ કરી રહ્યા છે, આ બનાવ બાબતે તા. ૨૬-૧-૨૦૨૪ ના રોજ સલાયાના ફાતમાબેન સુંભણીયા એ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપીએમ મોદીએ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ સાથે કરી મુલાકાત
May 04, 2025 04:00 PMરાજકોટ કોઠારીયા રોડ રણુજા મંદિર પાસે કાર અને કચરાના ટ્રેકટર વરચે અકસ્માત...
May 04, 2025 03:40 PMરાજકોટમાં ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો,SOG પોલીસની કાર્યવાહી
May 04, 2025 03:38 PMભારતે આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો , હવે બગલીહાર ડેમમાંથી ચિનાબનું પાણી બંધ કર્યું
May 04, 2025 03:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech