જામનગર શહેરમાં મકાન અને દુકાન બાબતે મારી નાખવાની ધમકી

  • November 08, 2025 05:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ધમકી દીધાની બે જુદી જુદી ફરીયાદ દાખલ થઇ છે, જેમાં એકમાં મકાન વેચવા બાબતે અને એકમાં દુકાન ખોલવાની ના પાડી ધમકી દેવામાં આવી છે.


જામનગરના નારાયણનગર સોસાયટીમાં રહેતા નિતીન ગૌરીશંકરભાઇ પંડયા (ઉ.વ.૬૨) નામના વિપ્ર વૃઘ્ધએ નારાયણનગર સોસાયટીમાં રહેતા ગીરૂભા સોઢા સામે ફરીયાદ કરી છે.


ફરીયાદીના દિકરાને આરોપીએ બે મહિના પહેલા માર મારેલ હોય જેની ફરીયાદ કરેલ હોય બાદમાં આરોપી ફરીયાદીને અવાર નવાર ઘર પાસે ભેગા થતા હોય અને ફરીયાદીને મકાન વેચવા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.


અન્ય ફરીયાદમાં શરૂ સેકશન રોડ, સંત કબીર સાહેબનગરમાં રહેતા વેપારી મનિષ બાબુલાલ ઠકકર (ઉ.વ.૪૪) નામના યુવાને સીટી-બીમાં રાંદલનગરમાં રહેતા બળદેવસિંહ ઉર્ફે લાલીયો સાહેબજી જાડેજાની વિરુઘ્ધ ફરીયાદ કરી છે. 


ફરીયાદી તથા તેનો દિકરો ગત તા. ૫ના પોતાની દુકાને હાજર હોય ત્યારે આરોપી ત્યાં જઇ અને કહેલ કે તું દુકાન બંધ કર હવે ખોલતો નહી તેમ કહી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી તથા તેના દિકરા સાથે જેમતેમ બોલાચાલી-ઝઘડો કરી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application