જામનગર : હાલારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ : તાપમાન ૧૭ ડીગ્રી

  • February 16, 2026 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શિવરાત્રી ગયા પછી હજુ પણ મિશ્ર ઋતુ ચાલી રહી છે. આજે વહેલી સવારે પ વાગે જામનગર શહેર અને આજુબાજુનાં ગામડા તેમજ હાઇવે પર ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. સતત બે કલાક સુધી ધુમ્મસનાં કારણે વાહનચાલકો ભારે પરેશાન થયા હતા. હજુ પણ ઠંડી રહે છે, સવાર સાંજ વાતાવરણમાં પલટો આવે છે. ત્યારે મહતમ તાપમાન ૩૧ ડીગ્રીને પાર કરી ગયુ છે. 


હજુ પણ ઠંડી ગરમીનો માહોલ યથાવત છે કયારેક સવારે ધુમ્મસ જોવા મળે છે અને સવાર સાંજ ઠંડીનો માહોલ હજુ પુરો થયો નથી તેની સામે બપોરના ૧૨ વાગ્યા આસપાસ ગરમી શરૂ થાય છે  ત્યારે આ મિશ્ર ઋતુને કારણે ભારે પરેશાન થઇ રહ્યા છે અને તાવ, શરદી, ઉધરસ જેવો રોગચાળો પણ શરૂ થયો છે. 


હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ૧૦ દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ હતું હવે મહતમ તાપમાન ૩૨ ડીગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. 


કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૭ ડીગ્રી, મહતમ તાપમાન ૩૧ ડીગ્રી, હવામા ભેજ ૮૦ ટકા અને પવનની ગતિ ૧૦ થી ૧૫ કિ.મી. પ્રતિકલાક જોવા મળી હતી. ગામડાઓમાં પણ ત્રણ દિવસથી ઠંડીનુ પ્રમાણ ઘટયુ હતું. આજે સવારે ફરીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જો કે  જેનાથી લોકોને સારો એવો ફાયદો થયો છે. જો કે આગામી દિવસોમાં હજુ એકવાર ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.


આ વર્ષે ઠંડી એકાદ મહિનો મોડી શરૂ થઇ છે અને કદાચ શિયાળો એકાદ મહિનો મોડો પુરો થશે તેમ લાગે છે, એકધારી પંદર દિવસ સુધી ઠંડી પડતા હાલારનું જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું ધીરે ધીરે ઠંડી ઘટવાની શરૂઆત થઇ છે.


શિયાળો ધીમે ધીમે વિદાય લઇ રહ્યો છે ત્યારે ગઇકાલ સાંજથી ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે જો કે બપોરે ૧૨ થી ૫ દરમ્યાન ગરમીનો માહોલ પણ જોવા મળ્યો છે. હાલ તો પરિસ્થિતિ એવી છે કે બેવડી ઋતુનાં કારણે શહેર જિલ્લામાં રોગચાળો વઘ્યો છે. તાવ, શરદી, ઉધરસનાં કેસો વધુ જોવા મળ્યા છે. મહાપાલિકાનાં ૧૨ પીએચસી સેન્ટરમાં ઓપીડીમાં તાવ, શરદી, ઉધરસનાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ ચુકયો છે. કેટલાક દર્દીઓ પાંચ પાંચ દિવસ સુધી તાવમાં ભીડાય છે. ત્યારે તા.૨૦ બાદ હાલારમાં ઋતુફેર થશે તેમ મનાય છે. 


એક તરફ જામનગરમાં ધરારનગર વિસ્તારમાં કોલેરા શરૂ થયો છે અને કેટલાક વિસ્તારોમાં તાવના કેસો પણ શરૂ  થઇ ચુકયા છે. જયારે હજુ પણ મિશ્ર વાતાવરણ રહે તેવી શકયતા છે. આમ હાલ તો મિશ્ર ઋતુનો સામનો કરી રહ્યા છે.હાલારના તાલુકા મથકો કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, ભાટીયા, રાવલ, લાલપુર, ફલ્લા સહિતનાં ગામોમાં પણ ધીરે ધીરે ગરમીની શરૂઆત થઇ છે પરંતુ મિશ્રઋતુનાં કારણે રોગચાળો પણ શરૂ થઇ ચુકયો છે. ખાસ કરીને શરદી ઉધરસનાં કેસો વધી રહ્યા છે. જો કે હજુ નિષ્ણાંતો કહે છે એકાદ વખત તો ઠંડીનું રાઉન્ડ આવશે અને ૧૫ ફેબ્રુઆરી બાદ ઠંડી ઓછી થઇ જશે અને ધીરે ધીરે ગરીમીની શરૂઆત થશે. 


હવે ધીરે ધીરે લઘુતમ તાપમાન વધતુ જાય છે જો કે ૭ દિવસથી મહતમ તાપમાન હજુ એમનેએમ હતું હવે મહતમ તાપમાન ૩૦.૫ ડીગ્રીએ પહોંચ્યુ છે. ત્યારે હવે બપોરે ધીરે ધીરે ગરમી શરૂ થઇ છે ત્યારે લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે જો કે અઠવાડિયાથી તાવ, શરદી, ઉધરસનાં કેસો પણ વઘ્યા છે ત્યારે આગામી દિવસોમાં પણ હજુ મિશ્ર સીઝન રહે તેવી શકયતા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application