ત્રીજા દિવસે જોવા મળી ગાઢ ધુમ્મસ: વ્હેલી સવારે પ થી ૮ વાગ્યા સુધી હાઇવે પર વધુ ઝાકળ રહેતા વાહનચાલકો થયા પરેશાન
જામનગર સહિત હાલારના કેટલાક ગામડાઓમાં સતત ત્રીજા દિવસે પણ સવારના ૫ વાગ્યાથી ગાઢ ધુમ્મસ જોવા મળી હતી, જેના કારણે રસ્તાઓ ભીના થઇ ગયા હતાં, હાઇવે ઉપર એટલી બધી ગાઢ ધુમ્મસ હતી કે, ૨૦ થી ૨૫ ફુટ વાહનો દેખાતા ન હતાં, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો છે, જ્યારે શહેરના નયનરમ્ય લાખોટા તળાવમાં આવેલું મ્યુઝીયમ પણ ગાઢ ધુમ્મસના કારણે થોડા કલાકો અદ્રશ્ય થઇ ગયું હતું, આમ શહેરમાં ધુમ્મસ પથરાઇ હતી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ રુમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૧૮ ડીગ્રી, મહત્તમ તાપમાન ૨૯.૮ ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ ૧૦૦ ટકા અને પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિકલાક રહી હતી. જામનગર શહેરમાં ચા, કોફી, કાવો સહિતની વસ્તુઓમાં વેંચાણ વધી ગયું હતું, ગામડાઓમાં પણ ઠંડીની અસર જોવા મળી હતી, છેલ્લા બે દિવસથી જામનગરથી બહારગામ જતી એસ.ટી. બસ અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા થોડી ઘટેલી જોવા મળી હતી.હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. આજે સવારે આછેરી ઝાકળ જોવા મળી હતી, જો કે હવામાં ભેજ ૯૪ ટકા રહ્યો હતો. આજે સવારથી ગઇકાલ સાંજની જેમ જ ઠંડો પવન ફુંકાતા વોકીંગ કરનારાઓને મુશ્કેલી પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech