ગણેશવાસ અને બાધલામાં દરોડા : 24 હજારની રોકડ મળી આવી
જામનગરના શંકરટેકરી ગણેશવાસમાં સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, જયારે લાલપુરના બાધલા ગામના પાદરમાં છ પત્તાપ્રેમી પોલીસની પકકડમાં આવ્યા હતા બંને દરોડામાં રોકડા અને ગંજીપતા જપ્ત કરાયા હતા.
જામનગરના શંકરટેકરી વિસ્તાર, ગણેશવાસમાં કેટલાક શખ્સો જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમે છે એવી હકીકતના આધારે પોલીસે દરોડો પાડી તિનપતીનો જુગાર રમતા ગણેશવાસના આકાશ મહેશ વાઘેલા, ધર્મેશ કમલ વાઘેલા, દિ.પ્લોટ 49 રોડ ખાતે રહેતા તેજસ નિતીન વશીયર, શંકરટેકરી નવી નિશાળ પાછળ રહેતા સાદીક ઉર્ફે બાટલો કાસમ શેખ અને શંકરટેકરીના જાવીદ બશીર બ્લોચને રોકડા 10480 અને સાહિત્ય સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં લાલપુર તાલુકાના બાધલા ગામના પાદરમાં તિનપતીનો જુગાર રમતા બાધલા ગામના હિતેશ લાધા કથીરીયા, ઇરફાન હાન નાઇ, સાહીદ હુશેન નાઇ, જાદા રાજા ખાટરીયા, અલ્તાફ આમન નાઇ અને હસમુખ રવજી દેસાઇ ને રોકડા 14200 અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદ્વારકા જિલ્લામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
May 20, 2025 11:40 AMદ્વારકામાં કાલથી ચાર દિવસીય યોગ શિબિર
May 20, 2025 11:37 AMઅખંડ ભારતના વીર સપૂત પંડિત નથુરામ ગોડસેજીના જન્મદિવસે હિંદુ સેનાએ લીધા સંકલ્પ
May 20, 2025 11:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech