ભાટિયા સ્મશાન ગૃહ સમિતિ દ્વારા દેવંગી રામા મંડળ ગ્રુપનું સન્માન

  • May 03, 2025 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવંગી રામા મંડળ-જામનગર પ્રથમવાર ભવ્ય આયોજન સાથે ભાટીયા ગામે પધાર્યું હતું. ગત તા. 26 એપ્રિલ 2025, શનિવારે રાત્રે 9:30 વાગ્યે, ભાટીયા લોહાણા મહાજન વાડી સામે આ પવિત્ર કાર્યક્રમનો શુભારંભ થયો હતો, જેમાં ભાટીયા ગામની ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. 



દેવંગી રામા મંડળ ગૂપ દ્વારા ભાટિયા ગામના સ્મશાનના લાભાર્થે યોજાયેલા રામા મંડળ ગ્રુપના સુંદર પાત્રો રજૂ કરવા બદલ આ વિશિષ્ટ અવસરે, ભાટીયા સ્મશાન ગૃહ સમિતિના હિતેશભાઈ ભોગયતા અને પત્રકાર નિલેશભાઈ કાનાણી દ્વારા દેવંગી રામા મંડળને ભેટ અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યું હતું.



આ અવસરે, યજમાન રમેશભાઈ બથીયા અને રાહુલભાઈ પાબારીને અનન્ય આનંદ અને ગર્વની અનુભૂતિ થઈ હતી, તેમના આંગણે આવા ભગીરથ કાર્યની ઉજવણી થવી એ જીવનભર સ્નેહસિંચિત યાદગાર ક્ષણ બની રહી છે, તેમ તેમણે જણાવ્યું હતું.


દેવંગી રામા મંડળને સન્માનીત કરવા બદલ દેવંગી રામા મંડળ અને આયોજકો રમેશભાઈ બથીયા અને રાહુલભાઈ પાબારી હ્યદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી અને હિતેશભાઈ તથા નિલેશભાઈ કાનાણીના સહકાર માટે વિશેષ આભાર વ્યક્ત કયો હતો, તેમના સ્નેહ અને સન્માનથી ભાટીયા ગામનું ગૌરવ પણ વધ્યું છે. પવિત્ર માહોલ, દિવ્ય ક્ષણો અને સૌના સાથ સહકારને લીલામણ કરીને રચાયેલી આ ભવ્ય સંધ્યાને ભાટિયા ગ્રામજનોએ વહેલી પરોઢ સુધી માણી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application