દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસનો ફૂલડોલ ઉત્સવ નિમિત્તે માનવતાનો મહાયજ્ઞ

  • February 26, 2026 05:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આપણા દેશ તથા રાજ્યની પ્રજા ઉત્સવ પ્રિય છે. ત્યારે આગામી હોળી તથા ધૂળેટીના તહેવાર દરમ્યાન યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ માટે  શ્રદ્ધાળુઓમાં વર્ષે ને વર્ષે બહોળો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.



 બહોળી સંખ્યામાં  શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાન દ્વારકાધીશ સંગ હોળી મનાવવા દ્વારકા જતા  હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા અને સમર્પણનો સેવા યજ્ઞ સમાન ખંભાળિયા તાલુકાના આરાધના ધામ ખાતે સેવા કેમ્પ ઘણા વર્ષોથી કાર્યરત કરવામાં આવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા ના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ફુલડોલ ઉત્સવ માટે ભક્તિભાવ સાથે દ્વારકા જતા પદયાત્રીઓ માટે આરધના ધામ નજીક સેવા કેમ્પમાં પદયાત્રીઓને આરામ કરવાની વ્યવસ્થા ઉપરાંત પાણી, ચા - નાસ્તો, ભોજન તેમજ રહેવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.



ઉપરાંત પદયાત્રીઓના આરોગ્યની પણ સંભાળ રાખવામાં આવી રહી છે. તેમજ વાઈબ્રેટર મસાજ મશીન દ્વારા મસાજ પણ કરવામાં આવી રહી છે. તેમજ બહોળી સંખ્યામાં પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ મેળવી રહ્યા છે.


આ ઉપરાંત પદયાત્રીઓની સલામતી માટે જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. માત્ર એટલું જ નહિ કોઈ પદયાત્રીઓના રોડની એક બાજુ સાઈડમાં ચાલવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. .

​​​​​​​

જે ખરા અર્થમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસની આ કામગીરી માત્ર ફરજ નિભાવવાની સીમા સુધી મર્યાદિત નથી, પરંતુ સાચા અર્થમાં માનવ સેવાનું જીવંત ઉદાહરણ બની રહી છે...




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application